13000થી વધુ કર્મચારીઓની જરૂર પડશે, નવા નિયમો મુજબ વહિવટી તંત્રએ શરૂ કરી તૈયારી
રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી પંચના દિશાનિર્દેશો મુજબ મતદાર યાદીથી લઈને મતદાન મથકોના સીમાંકન સુધીની કામગીરી પૂર્ણતાના આરે છે. આગામી 11મી તારીખે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, જેની સાથે જ રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચૂંટણી પંચના નવા નિયમોને કારણે હવે એક મતદાન મથક (બુથ) દીઠ મતદારોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. અગાઉના એક બુથ પર 1500થી વધુ મતદારો હતા, પરંતુ હવે એક બુથ દીઠ માત્ર 1200 મતદારોનો જ સમાવેશ કરી શકાશે.આ ફેરફારને કારણે સમગ્ર મતદાન મથકોની સંખ્યામાં વધારો થશે.
રાજકોટ મહાનગરપાલિકા 2021 માં 991 મતદાન મથક હતા. આ વખતે 1172 થશે 181 જેટલા મતદાન મથકોનો વધારો થશે ત્યારે જિલ્લા પંચાયત 2021 માં મતદાન મથક હતા. 1145 જે આ વખતે વધીને 1197 થશે. 52 જેટલા મતદાન મથકોનો વધારો થશે જ્યારે ગોંડલ નગરપાલિકા 2021 માં 90 મતદાન મથક હતા જે આ વખતે વધીને 107 થશે 17 જેટલા મતદાન મથકમાં વધારો થશે.
તો બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોઈપણ મહાનગરપાલિકાના કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવશે. એક તરફ મતદાન મથકો વધી રહ્યા છે, તો બીજી તરફ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મનપાનો કોઈપણ સ્ટાફ ફરજ પર લેવામાં આવશે નહીં. ચૂંટણી પંચના નિયમ મુજબ, એક મતદાન મથક પર અંદાજે 5 કર્મચારીઓ કાર્યરત હોય છે. મનપા ચૂંટણી માટે: અંદાજે 5,860 કર્મચારીઓ. જિલ્લા પંચાયત માટે અંદાજે 5,985 કર્મચારીઓ.ગોંડલ નગરપાલિકા માટે: અંદાજે 535 કર્મચારીઓની જરૂૂર પડશે. કુલ મળીને ત્રણેય સ્તરે 13,000 જેટલા સરકારી કર્મચારીઓના કાફલાની જરૂૂર પડશે. વહીવટી તંત્રએ અત્યારથી જ તમામ સરકારી કચેરીઓ પાસેથી કર્મચારીઓની યાદી અને વિગતો મંગાવવાની પ્રક્રિયા હાથ ધરી છે.
