ભગવતીપરા શેરી નં. 12/6ના ખુણે રહેતાં નાસીરભાઇ અહેમદભાઇ ચૌહાણ (ઉ.વ.35) નામના યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને કરી હતી. નાસીરભાઇ છુટક મજૂરી કરે છે, તેને સંતાનમાં એક પુત્ર છે. પોતે ત્રણ ભાઇમાં મોટો છે.
નાસીરભાઇએ આક્ષેપ કર્યો હતો કે મોચીબજાર પાસે મટન માર્કેટમાં તેના માતા-પિતાની મુરગી-મટનની દુકાન છે. આ દુકાને પોતાને બેસવા દેવાની ના પાડવામાં આવી હોઇ માઠુ લાગી ગયું હતું. એવો પણ આક્ષેપ કરાયો હતો કે પોતે જ્યાં કામે જાય ત્યાં પણ કાન ભંભેરણી કરી કામમાંથી કઢાવી મુકે છે. આ રીતે હેરાનગતી થતી હોઇ તેના કારણે પગલુ ભર્યુ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
