પિતાએ કાર લઇ દેવાની ના પાડતા પુત્રએ ઝેરી દવા પી જીવ ટુકાવ્યો

રાજકોટ તાલુકાના બેટી ગામે રહેતા યુવાને પિતાએ કાર લઇ દેવાની ના પાડતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ…

રાજકોટ તાલુકાના બેટી ગામે રહેતા યુવાને પિતાએ કાર લઇ દેવાની ના પાડતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ બેટી ગામે રહેતો મિલન પરસોત્તમભાઇ ચૌહાણ (ઉ.વ.20)નામના યુવાને ગતા તા.18ના રોજ ગામ આવેલા રામાપીરના મંદિરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તેની સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં નાનો અને ખેતી કામ કરતો હતો. તેને તેના પિતાને કાર લઇ દેવાનુ કહ્યું હતું જોકે, પિતાએ કાર લેવાની ના પાડતા લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે.

ડાયાબિટીસની બીમારિથી કંટાળી આધેડનો આપઘાત
કોઠારીયા ગામે પાણીના ટાંકા પાસે રહેતા રફીકભાઇ અલ્લારખાભાઇ ગોરી (ઉ.વ.47) નામના આધેડે આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક એક ભાઇ એક બહેનમા નાના અને તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. ડાયાબિટીસની બિમારીથી કંટાળી જીવન ટૂંકાવી લીધાનુ ખુલ્લાવા પામ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *