પ્રેમલગ્ન કરનાર પુત્ર-પુત્રવધૂએ માતા-પિતા ઉપર કર્યો કુહાડીથી ખુની હુમલો

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામે પ્રેમલગ્નનો ખાર રાખી સગા દીકરા અને તેની પત્નીએ માતા-પિતા સહિત પરિવારના સભ્યો પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે.…

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામે પ્રેમલગ્નનો ખાર રાખી સગા દીકરા અને તેની પત્નીએ માતા-પિતા સહિત પરિવારના સભ્યો પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. હુમલામાં માતાના માથા અને કાન પાસે ગંભીર ઇજાઓ પહોંચી ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે પિતાના જમણા હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ગર્ભવતી પુત્રવધૂ તથા નાના દીકરાને પણ માર મારવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. પ્રેમ લગ્ન કરનાર પુત્ર અને પુત્રવધુ ઘરવખરીનો સામાન લેવા આવ્યા હતાં એ દરમિયાન થયેલી માથાકુટમાં દીકરા-પુત્રવધુ અને સાથે આવેલા પુત્રવધુના માવતરિયા વચ્ચે સામસામે જામી પડતાં પુત્ર અને પુત્રવધુએ માતા-પિતા ઉપર કુહાડીથી હુમલો કર્યો હતો.

ફરિયાદી સવિતાબેન રમેશભાઈ અઘારિયા (ઉંમર 50), રહે. પીઠડ ગામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો નાનો દીકરો કિશન કે જેણે આશરે સાત મહિના પહેલાં મીરાબેન નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. કિશન તેની પત્ની મીરાબેન સાથે ધ્રોળ રહેતો હોવાથી તેની ઘરવખરીનો થોડો સામાન પીઠડ સ્થિત માતા-પિતાના ઘરે પડ્યો હતો. તા. 12 જુલાઈની રાત્રે કિશન, તેની પત્ની મીરાબેન, સાસુ સવિતાબેન તેમજ ફરિયાદી પરિવાર ના ઘરે સામાન લેવા આવ્યા હતા.

તે દરમિયાન ફરિયાદીનો બીજો દીકરો સુનિલ અને તેની પત્ની પીન્ટુબેન ત્યાં આવી પહોંચ્યા હતા. પ્રેમલગ્નનો ખાર રાખી બંનેએ કિશન અને તેની પત્નીને ગાળો આપી ઝઘડો શરૂૂ કર્યો હતો. માતા-પિતા વચ્ચે પડી સમજાવવા જતાં સુનિલે હાથમાં રહેલી કુહાડીના ઊંધા ઘા પોતાની માતા સવિતાબેનના કપાળ અને ડાબા કાન પાસે માર્યા હતા. પીન્ટુબેને લાકડાના ધોકાથી ફરિયાદીના પતિ રમેશભાઈના જમણા હાથમાં ઘા મારતા તેમને ફ્રેક્ચર થયું હતું.

ઝઘડો દરમિયાન કિશનને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો, જ્યારે છોડાવવા વચ્ચે પડેલી ગર્ભવતી મીરાબેન ઝપાઝપીમાં નીચે પડી જતાં તેના પેટના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. બુમાબુમ થતાં બંને આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સવિતાબેનના કપાળમાં બે તથા ડાબા કાન પાસે અનેક ટાંકા લેવામાં આવ્યા હતા, જ્યારે રમેશભાઈના હાથમાં ફ્રેક્ચર આવતાં પાટો બાંધવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસે સુનિલ અને તેની પત્ની પીન્ટુબેન વિરુદ્ધ મારામારી, ધમકી તથા અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *