પવિત્ર મહાશિવરાત્રિના પાવન પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભક્તોની પ્રિય ₹25 ની વિશેષ બિલ્વ પૂજા ને દેશ-વિદેશના શિવભક્તો તરફથી અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો છે.
દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવાની આ સુવર્ણ તકને ભક્તોએ વધાવી લીધી છે. આંકડાઓ સ્વયં શ્રદ્ધાની સાક્ષી પૂરે છે,અત્યાર સુધીમાં 13 લાખથી પણ વધુ ભાવિકોએ આ પૂજા ઓનલાઈન નોંધાવીને ધન્યતા અનુભવી છે.
પૂજા નોંધાવવા માટે ઓનલાઈન પ્રવાહ એટલી હદે વધી ગયો કે સિસ્ટમના સર્વરો પણ જામ થઈ ગયા છે. આ અગવડતાને નિવારવા માટે સોમનાથથી લઈને મુંબઈ સુધીની નિષ્ણાત IT ટીમો રાત-દિવસ કામે લાગી છે. ટેકનિકલ સમસ્યાઓ ઉકેલવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. ભારે ધસારાને કારણે જે ભક્તો છેલ્લી 24 કલાકમાં પૂજા નથી નોંધાવી શક્યા, તેમને સોમનાથ ટ્રસ્ટ નમ્ર અનુરોધ કરે છે કે “આપની શ્રદ્ધા અમૂલ્ય છે. ટેકનિકલ કામગીરી પૂર્ણ થતા જ વ્યવસ્થા પૂર્વવત થશે. આપ જલ્દી જ ફરીથી આપની વિશેષ બિલ્વ પૂજા નોંધાવી શકશો.
