સોમનાથ ‘આપ’માં ઉથલ પાથલ, 30થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ કર્યો ધારણ

ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાયા સોમનાથના ધારાસભ્ય ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડી વેરાવળ-પાટણ શહેર ‘આપ’ના સહ-પ્રભારી અને વિવિધ સમાજના આગેવાનો સહિત 30…

ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાયા

સોમનાથના ધારાસભ્ય ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડી વેરાવળ-પાટણ શહેર ‘આપ’ના સહ-પ્રભારી અને વિવિધ સમાજના આગેવાનો સહિત 30 થી વધુ સક્રિય કાર્યકરો કોંગ્રેસ ના ‘પંજા’ સાથે જોડાયા છે.
આ અંગે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ જણાવેલ કે, જનસેવા અને કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રભાવિત થઈને ગીર સોમનાથ માં આમ આદમી પાર્ટીના વેરાવળ-પાટણ વિસ્તારમાં વર્ષોથી સક્રિય એવા હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓએ આજે વિધિવત રીતે કોંગ્રેસ નો ખેસ ધારણ કરી લીધો છે.

અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા છે જેમાં પ્રકાશભાઈ વાયલું (સહ-પ્રભારી, વેરાવળ પાટણ શહેર (આમ આદમી પાર્ટી)., ભાવેશભાઈ ચુડાસમા (પ્રમુખ, પાટણ દલિત હાડી સમાજ), રવિભાઈ વાઘેલા (અગ્રણી, ભોય સમાજ પાટણ) સહિતના હોદ્દેદારો ની સાથે આમ આદમી પાર્ટીના 30 જેટલા ઉત્સાહી યુવા કાર્યકરો પણ કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. આ પ્રસંગે ધારાસભ્ય એ જણાવ્યું કે, “લોકો હવે પોકળ વાયદાઓ અને પ્રચારની રાજનીતિ સમજી ગયા છે. જે રીતે આમ આદમી પાર્ટીના પાયા ના કાર્યકરો અને સામાજિક આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, તે સાબિત કરે છે કે ગીર સોમનાથની જનતાને માત્ર કોંગ્રેસ અને વિમલભાઈ ચુડાસમા પર જ ભરોસો હોવાનું જણાવેલ છે. આ તકે તાલુકા પ્રમુખ હિરેનભાઈ બામરોટીયા, શહેર પ્રમુખ દીપકભાઈ ખોરાબા, પ્રતાપભાઈ ડોડીયા, નરેશભાઈ ચાવડા, સાજીદભાઈ સુમરા, વિજયભાઈ ભુવા સહિત કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામેલ હોવાનું જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *