સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ અને રીફલેકટર વગરના વાહનોને 1.73 લાખનો દંડ

ગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં ઘટાડો લેવા માટે રીફલેકટર તથા રોંગ સાઈડ ની અસરકારક કામગીરી હાથ ધરી દિવસ પાંચ માં 417 કેસો કરી…

ગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં ઘટાડો લેવા માટે રીફલેકટર તથા રોંગ સાઈડ ની અસરકારક કામગીરી હાથ ધરી દિવસ પાંચ માં 417 કેસો કરી રૂૂા.1,73,300 નો દંડ વસુલ કરેલ છે.
જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ અધીક્ષક જયદિપસિંહ જાડેજા એ ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માત નું પ્રમાણ ઘટાડવા સારૂૂ અસરકારક ટ્રાફિક ડ્રાઈવ કરવા સુચના આપતા તા.02/04/2026 થી તા.06/04/2026 દિન પાંચની ટ્રાફિક ડ્રાઇવ નું આયોજન જિલ્લા ટ્રાફિક દ્વારા કરવામાં આવેલ જેમાં નેશનલ હાઇવે પર રોંગ સાઇડમાં વાહન ચલાવવાના લીધે અકસ્માતના બનાવો બનતા હોય અને રાત્રીના વાહનોમાં રિફ્લેક્ટર ન હોવાના લીધે થતા અકસ્માતના બનાવોમાં ઘટાડો લેવા સારું જુદી જુદી જગ્યાએ જિલ્લા ટ્રાફિક તથા પોલીસ સ્ટેશનની ટ્રાફિક ટીમ દ્વારા વાહન ચેકીંગ કરી રોંગ સાઈડ ચલાવતા વાહનો તથા રિફ્લેક્ટર વગરના વાહનોમાં રિફ્લેક્ટર લગાડવાની તથા ટ્રાફિક ની અસરકારક કામગીરી કરવામાં આવેલ જેમાં ભારતીય ન્યાય સંહિતા, 2023 કલમ 281 (જાહેર માર્ગ ઉપર ભયજનક રીતે વાહન ચલાવવું) કેસોની સંખ્યા 14, ભારતીય ન્યાય સંહિતા, 2023 કલમ 285 (જાહેર માર્ગ ઉપર અડચણરૂૂપ વાહન રાખવું) 3 કેસ, મોટર વ્હીકલ એક્ટ 1988 કલમ 184 (રોંગ સાઇડ/જોખમી રીતે વાહન ચલાવવું) ના 18 કેસો કરી રૂૂા.27 હજારનો દંડ, મોટર વ્હીકલ એક્ટ 1988 કલમ 207(ડીટેઇન/નોંધણીનું પ્રમાણપત્ર વગર વપરાતા વાહનો જમા લેવા) 29 તથા મોટર વ્હીકલ એક્ટ, 1988 મુજબ અન્ય કલમના ભંગ બદલ વસૂલાતના 343 કેસો કરી રૂૂા.1,46,300 નો દંડ વસુલ કરેલ હોવાનું યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *