સોમનાથ કોરીડોર પ્રોજેક્ટમાં 354 ઘરો, 6 સમાજ વાડીઓ અને મંદિરોની જમીનનું થશે સંપાદન

સ્થાનિક તંત્રની સંપાદિત થનાર આસામીઓ સાથે બેઠકો શરૂ વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર આવેલું છે એ તીર્થભૂમિ પ્રભાસપાટણ માં સંભવિત સોમનાથ મંદિર કોરીડોર પ્રોજેક્ટ ને…

સ્થાનિક તંત્રની સંપાદિત થનાર આસામીઓ સાથે બેઠકો શરૂ

વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર આવેલું છે એ તીર્થભૂમિ પ્રભાસપાટણ માં સંભવિત સોમનાથ મંદિર કોરીડોર પ્રોજેક્ટ ને આજકાલ ચર્ચા નો મુદ્દો બન્યો છે સોમનાથ કોરીડોરને લઈ સ્થાનિક ગીર સોમનાથ કલેકટર તંત્ર સોમનાથ પ્રભાસ પાટણના રહીશો જે સોમનાથ મંદિર નજીક કે થોડે દૂર રહે છે તેને બોલાવી બેઠકો કરે છે કલેકટર તંત્ર હજુ સુધી સ્પષ્ટતા કરી નથી પણ કોરીડોર પ્રોજેક્ટ ને લઈ 354 ધરો, 6 જેટલી સમાજવાડી, 12 થી વધુ ગેસ્ટહાઉસ અને 6 થી વધુ નાના મોટા મંદિરોની જમીન સંપાદન કરવી પડે તેવી વાત વહેતી થઈ છે.

સોમનાથ મંદિર ના સંભવિત મિલ્કતધારકો માં એક મન ની વાત પડધાય છે કે કોરીડોર નો કોઈ વિરોધ નથી પરંતુ સરકાર કે તંત્ર મિલ્કતો સંપાદનમાં અન્યાય ન કરે તે માટે સોમનાથ તીર્થમાં આજ મુદ્દો ચર્ચા માં છેએક સમયે સોમનાથ મંદિર પાસે કે મંદિર પાછળ રહીએ છીએ એ સ્ટેટ્સ સિમ્બોલ હતું એટલુંજ નહીં અહીં રહેતા મોટા ભાગના રહીશો સામાન્ય પરિવાર પણ છે આમાં કોઈ પણ સમાજ ના હોય પણ આ પરિવારજનો ના પૂર્વજો કે વર્તમાન રહીશો સોમનાથ મંદિર ના વિકાસ કે સુરક્ષા કે સનાતન ધર્મ ને લઈ કંઈક ને કંઈક ઉપયોગી થયા છે જે ખાસ ગીર સોમનાથ કલેકટર તંત્ર પણ જાણે તો પ્રોજેક્ટ માં સરકારી ફરજમાં આ પાસું ન્યાય તરફ લઈ જઈ શકે છે.સોમનાથ મંદિર માં ઝેડ કેટેગરી ની સુરક્ષા વર્ષો થી છે.

પ્રભાસ પાટણ ના સોમનાથ મંદિર તરફ જતા કેટલાક રસ્તાઓ આજે દીવાલ અને લોખંડની મજબૂત ઝાળી લગાડી હોવાથી સોમનાથ અને પ્રભાસ પાટણ જુદું પડી ગયા નુ લાગે છે જોઈ પણ શકાય છે એને કારણે પ્રભાસ પાટણ માં અંદર ધંધારોજગાર બંધ પડયા છે તેમ છતાં સોમનાથ ના આ રહીશો એ કોઈ વિરોધ વગર સોમનાથ ની સુરક્ષા નો ખ્યાલ મંદિર વિકાસ માટે કોઈ દિવસ તંત્ર કે સોમનાથ ટ્રસ્ટ સામે અવાજ ઉઠાવ્યો નથી એ જમાપાસા નો કોરીડોર પ્રોજેક્ટ જમીન સંપાદન વખતે અધિકારી ખ્યાલ રાખે ખૂબજ જરૂૂરી છે.સોમનાથ કોરીડોર પ્રોજેક્ટ અંતર્ગત સોમનાથ મંદિર આસપાસ રહેતા રહીશો રહેછે વર્ષો થી એટલે સંભવિત મિલ્કતો સંપાદનમાં જો આ જગ્યા છોડશે તો સોમનાથ બાયપાસ કે સોમનાથ આસપાસ 5 થી 10 કિલોમીટર ગામડામાં સેટ થવું પડશે એ પણ વર્તમાન સમય માં તો તેનો ખ્યાલ રાખી જે મિલ્કતધારકો છે તેની વેદના અને વ્યથા જોઈ સારા વળતર ની અપેક્ષા પૂરી થાય તો આ કામગીરી અને વિકાસ સાર્થક થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *