બામણબોરમાં સમૂહલગ્નમાં સમાજ સુરક્ષાની ટીમ ત્રાટકી, બાળલગ્ન થતાં અટકાવાયા

બામણબોર ગામ ખાતે ડિસેમ્બર-2025માં યોજાયેલા સમૂહલગ્નમાં એક સગીર વયની ક્ધયાના લગ્ન કરવામાં આવી રહ્યા હતા.જે અંગેની જાણ થતા સમાજ સુરક્ષા વિભાગની ટીમ પોલીસને સાથે રાખી…

બામણબોર ગામ ખાતે ડિસેમ્બર-2025માં યોજાયેલા સમૂહલગ્નમાં એક સગીર વયની ક્ધયાના લગ્ન કરવામાં આવી રહ્યા હતા.જે અંગેની જાણ થતા સમાજ સુરક્ષા વિભાગની ટીમ પોલીસને સાથે રાખી અહીં પહોંચી બાળ લગ્ન અટકાવ્યા હતા.આ અંગે ક્ધયાની માતા,વરરાજા, વરરાજાના માતા-પિતા, સમૂહ લગ્નના આયોજક સહિતનાઓ સામે બાળલગ્ન પ્રતિબંધક અધિકારીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે સગીર દીકરીના બાળ લગ્ન થતા હોવાની ખુદ તેના પિતાએ જ ચાઈલ્ડ લાઈન મારફત ફરિયાદ કરી હતી.જે બાદ સમાજ સુરક્ષા વિભાગની ટીમે આ કાર્યવાહી કરી હતી.આ અંગે એરપોર્ટ પોલીસ વિશેષ તપાસ ચલાવી રહી છે.

વધુ વિગતો મુજબ,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સદન.2 બ્લોક નંબર 5 બહુમાળી ભવનમાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તરીકે ફરજ બજાવનાર ડો. પ્રાર્થના વી. શેરીસિયાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ક્ધયાની માતા કરૂૂણાબેન રમેશભાઈ સાકરીયા (રહે. રાજકોટ), વરરાજા વિપુલ મનુભાઈ જીંજરિયા (રહે. ગુંદાળા, રાજકોટ), વરરાજાના પિતા મનુભાઈ ઉર્ફે મનસુખભાઈ સામાભાઈ જીંજરિયા, વરરાજાની માતા વસંતબેન અને સમૂહ લગ્નના આયોજકના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગત તા. 21/12/2025 ના તેમને ચાઇલ્ડ લાઈન મારફત ક્ધયાના પિતાએ ફરિયાદ કરી હતી કે,નવાપરા બામણબોર ખાતે મેલડી માતાના મંદિરે આયોજિત સમૂહલગ્નમાં તેમની સગીરવયની દીકરીના બાળલગ્ન કરાવવામાં આવી રહ્યા છે.આ ફરિયાદ મળતા સમાજ સુરક્ષા વિભાગની ટીમ અહીં બામણબોર સમૂહ લગ્નના સ્થળ પહોંચી હતી.અહીં મંડપ નંબર 10 માં જે ક્ધયાના લગ્ન કરાવવામાં આવી રહ્યા હતા.તેની વય અંગે ખરાઈ કરતા તે સગીર વયની હોવાનું માલુમ પડ્યું હતું.જેથી આ અંગે બાળ લગ્ન કરાવનાર સગીરાની માતા, વરાજા તેના માતા-પિતા અને સમૂહ લગ્નના આયોજક સહિતનાઓ સામે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ આઈ.એમ. સાવલિયાના માર્ગદર્શનમાં પોલીસે આરોપીઓ સામે બાળલગ્ન પ્રતિબંધિત અધિનિયમ 2006 ની કલમ 9 કલમ 10 કલમ 11 (1) તથા બીએનએસની કલમ 54 મુજબ ગુનો નોંધ્યો હતો.આ અંગે વધુ તપાસ એએસઆઇ ગણપતભાઈ રાઠવા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *