સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન-ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં 154 ટીમો ટકરાશે; નાયબ મુખ્યમંત્રી, ઈન્ટરનેશનલ ખેલાડીઓને આમંત્રણ
ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોનની સાથે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્પર્ધા મળી છે. જેમાં વેસ્ટ ઝોનની 154 યુનિવર્સિટી સામસામે ટકરાશે. જે બાદ ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીની ટોપ-16 ટીમ વચ્ચે સ્પર્ધા થશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 9 મેદાનો રાખવામાં આવ્યા છે. જ્યાં રણજી, ઈંઙકના નેશનલ-ઈન્ટરનેશનલ ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે. ટી-20 ફોર્મેટમાં યોજાનારી ક્રિકેટ સ્પર્ધામાં અંડર-25ના ખેલાડીઓ ભાગ લેવાના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જ્યારે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થશે ત્યારે ગુજરાત રાજ્યના રમત ગમત મંત્રી એવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટ ખેલાડીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા ક્રિકેટની સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ 27 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી યોજાશે. જે બાદ ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈન્ડિયાના 4 ઝોનની બેસ્ટ 4 એમ કુલ 16 ટીમ સામસામે ટકરાશે. ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવું તે ખૂબ જ કઠિન હોય છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવશે. આ વખતે વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 154 યુનિવર્સિટીની ટીમ ભાગ લઈ રહી છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરે તેવી આશા છે કારણકે બે વર્ષ પહેલા વેસ્ટ ઝોનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ સિલ્વર મેડલ લાવી હતી અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા હતા. જેમાનો એક ખેલાડી એટલે રામદેવ આચાર્ય છે. જે વર્લ્ડ યુનિવર્સિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરી ચૂક્યો છે. જેથી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેપ્ટન આદિત્ય રાઠોડ અને વાઇસ કેપ્ટન રામદેવ આચાર્ય પાસે ખૂબ જ અપેક્ષા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ આ ટુર્નામેન્ટમાં મેડલ લાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
રાજકોટના 9 મેદાનો પર ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે
1. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેદાન
2. રુદ્રાક્ષ – 1, મુંજકા
3. આર. કે. ક્રિકેટ ગ્રાઉન્ડ, વાગુદડ
4. ઝાલાવાડ ગ્રાઉન્ડ, ગૌરીદડ
5. ગ્રીનફિલ્ડ, જામનગર રોડ
6. રુદ્રાક્ષ – 2, અટલ સરોવર
7. ગ્રીન ફાર્મ, આજીડેમ ચોકડી
8. અનિલ પેવેલિયન, લીમડા ચોક
9. રતનપર ગ્રાઉન્ડ, રતનપર
સૌરાષ્ટ્ર યુનિ.ની ટીમના ખેલાડીઓ
* કેપ્ટન આદિત્ય રાઠોડ
* વાઇસ કેપ્ટન રામદેવ આચાર્ય
* પુષ્પરાજસિંહ જાડેજા
* કેરવ રાવલ
* નીલ પંડ્યા
* અભિષેક નિમાવત
* અક્ષત મકવાણા
* દેવાંશ ગેરેયા
* અરબાઝ બુટા
* કશ્યપ સુવા
* લક્કીરાજસિંહ વાઘેલા
