..તો હું ટકો કરાવીને પ્રવીણ સોરાણીના ઘરે આજીવન કચરા-પોતા કરીશ!

કોંગ્રેસની મજબૂત વોટબેંક વોર્ડ નં.15માં બળવાખોર પ્રવીણ સોરાણી સામે છેલ્લી ટર્મના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાનો દાવો, સોરાણી વધીને 1000 મતનું પણ નુકસાન પહોંચાડી શક્યા નથી…

કોંગ્રેસની મજબૂત વોટબેંક વોર્ડ નં.15માં બળવાખોર પ્રવીણ સોરાણી સામે છેલ્લી ટર્મના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાનો દાવો, સોરાણી વધીને 1000 મતનું પણ નુકસાન પહોંચાડી શક્યા નથી

 

રાજકોટમાં વર્ષોથી જ્યા કોંગ્રેસનો ગઢ રહ્યો છે તેવા વોર્ડ નં.15માં આ વખતે હાઇએસ્ટ 68.39 ટકા મતદાન થયુ છે. તેની પાછળના અનેક સમીકરણોમાં એક બાબત એ પણ છે કે, અહીંના સીટીંગ કોર્પોરેટર અને છેલ્લી ટર્મમાં વિપક્ષી નેતા પણ રહી ચુકેલા કોળી સમાજમાંથી આવતા ભાનુબેન સોરાણી તેમના બે ટર્મથી વધુ સમય કોર્પોરેટર રહી ચુકેલા તેમના પતિ પ્રવીણ સોરાણીને ટીકીટ ન મળતા સોરાણી દંપતીએ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાંથી બળવો કરીને આ વખતે ખુલ્લેઆમ ભાજપના ટેકામાં કામ કર્યુ હતુ.

આ વોર્ડ નં.15માં કોળી સમાજના 10 હજારથી વધુ મત છે ત્યારે પ્રવીણ સોરાણી દંપતિએ કોંગ્રેસના મત તોડ્યા હશે તેવી ચર્ચા વચ્ચે પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ ડંકાની ચોટ પર એવો દાવો કર્યો છે કે, જો પ્રવીણ સોરાણીએ વધીને 1000 મતનું પણ નુકસાન કર્યુ હશે તો હું ટકો કરાવીને પ્રવીણ સોરાણીના ઘરે આજીવન કચરા-પોતા કરીશ!!

વધુમાં વશરામભાઇ સાગઠિયાએ તો ત્યા સુધી દાવો કર્યો છે કે, પ્રવીણ સોરાણી જો કોંગ્રેસના વધીને 1000 મત પણ તોડવા સફળ થયા હશે તો હુ઼ ટકો કરાવીને તેમના ઘરે આજીવન કામ કરીશ, કચરા-પોતા કરીશ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *