ગોંડલના મોવિયામાં તસ્કરોનો આતંક, એક જ રાતમાં સાત વાડીમાંથી ચોરી

ગોંડલ તાલુકાના મોવીયા ગામે સંતોષીમાના મંદિર પાછળ આવેલ વાડી વિસ્તારમાં તસ્કરોએ એક સાથે સાત ખેડૂતોની વાડીઓને નિશાન બનાવી રૂૂ. 10,400ની કિંમતના વાયર તથા ખેતીના ઓજારોની…

ગોંડલ તાલુકાના મોવીયા ગામે સંતોષીમાના મંદિર પાછળ આવેલ વાડી વિસ્તારમાં તસ્કરોએ એક સાથે સાત ખેડૂતોની વાડીઓને નિશાન બનાવી રૂૂ. 10,400ની કિંમતના વાયર તથા ખેતીના ઓજારોની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મોવીયા ગામે રહેતા ખેડૂત વેલજીભાઈ નાનજીભાઈ ભાલાળાની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મોવીયા ગામે ચોરા પાસે રહેતા અને ખેતીકામ કરતા વેલજીભાઈ ભાલાળા (ઉં.વ. 69) પોતાની વાડીએથી સાંજે ઘરે ગયા બાદ સવારે પરત ફરતા કુવા પાસે રાખેલ ખેતીના ઓજારો અને કુવામાં રહેલ આશરે 62 મીટર જેટલો મોટરનો કોપર વાયર કપાયેલી હાલતમાં ગાયબ જોવા મળ્યો હતો. ત્યારબાદ આસપાસના શેઢા-પાડોશી ખેડૂતોની વાડીઓમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તસ્કરોએ રાત્રિના સમયે એક પછી એક સાત ખેડૂતોના કુવામાંથી કોપર વાયર તથા અન્ય સાધનો ચોરી લીધા હતા.

તસ્કરોએ વેલજીભાઈ ભાલાળાની વાડી માંથી 62 મીટર કોપર વાયર તથા રાપ, દાતા, કોસ, લોખંડનો પાઈપ જેવા ખેતીના ઓજારો (કિંમત રૂૂ.1,000), જતીનભાઈ જેન્તીભાઈ ભાલાળાની વાડી માંથી06 મીટર કોપર વાયર, અજયભાઈ વલ્લભભાઈ ભાલાળાની વાડી માંથી 22 મીટર કોપર વાયર, ધીરૂૂભાઈ નાગજીભાઈ ભાલાળાની વાડી માંથી 35 મીટર કોપર વાયર, દિનેશભાઈ દામજીભાઈ જેતાણીની વાડી માંથી 25 મીટર કોપર વાયર અને ભીખુભાઈ દામજીભાઈ ખુંટની વાડી માંથી 60 મીટર કોપર વાયર તથા મહેશભાઈ મોહનભાઈ વેકરીયાની વાડી માંથી 30 મીટર કોપર વાયર તથા રૂૂ. 1,000નું ઈલેક્ટ્રિક સ્ટાર્ટર પેનલ બોર્ડની ચોરી કરી હતી.

તસ્કરો સાતેય વાડીઓમાંથી મળીને કુલ 240 મીટર કોપર વાયર કિંમત રૂૂ. 8,400 ઈલેક્ટ્રિક સ્ટાર્ટર પેનલ બોર્ડ રૂૂ. 1,000 અને ખેતીના ઓજારો રૂૂ. 1,000 મળીને કુલ રૂૂ. 10,400નો મુદ્દામાલ ચોરી કરી ગયા છે. ખેડૂતો દ્વારા સ્થાનિક સ્તરે શોધખોળ કર્યા બાદ કોઈ પતો ન લાગતા આખરે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તાલુકા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ઇગજ)ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ ફાલ્ગુનસિંહ સાગઠીયાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *