સુરેન્દ્રનગરમાં ફરી તસ્કર ટોળકી સક્રિય બની છે. ઉમિયા ટાઉનશીણ-1ની શેરી નં.6/બીમાં તસ્કરોએ 2 કલાકમાં 3 મકાનને નીશાન બનાવી બાઇક, રોકડ રકમ સહિત રૂૂ.4.84,600ની ચોરી થતાં સિટી બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. સોસાયટીના સીસીટીવીમાં 4 શખસો કેદ થયા છે. પોલીસે ડોગસ્કવોડ, એફએસએલની મદદથી કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ વઢવાણ તાલુકાના વાડલા ગામના અને હાલ સુરેન્દ્રનગર નવા 80 ફૂટ રોડ, ઉમિયા ટાઉનશીપ-1, શેરી નં.6/બીમાં રહેતા તેમજ ક્ધટ્રકશનનું કામ કરતા 29 વર્ષના ભરતભાઈ કરશનભાઇ પરમારે સિટી બીડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યુ કે, 4 અજાણ્યા શખસો ભેગા મળી મારા બંધ મકાનના દરવાજાના તાળા નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટ તથા પેટી પલંગમાં રહેલા કુલ રોકડ રૂૂ. 2,10,000, સોનાના દાગીના કિંમત રૂૂ. 1,80,000 વજન અંદાજે 36.64, તથા ચાંદીના દાગીના રૂૂ. 26,600ની કિંમતના વજન અંદાજે 492 ગ્રામની ચોરી કરી હતી.
આ ઉપરાંત તેમની શેરીમાં રહેતા વાલજીભાઈના ઘરેથી રૂૂ. 40,000ની કિંમતનું બાઇક તેમજ શિલ્પાબેનના મકાનમાંથી રોકડા રૂૂ. 25,000 સહિત કુલ રૂૂ.4,84,600ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હતા.
બનાવમાં 4 અજાણ્યા શખસ, તપાસમાં ખૂલે તે તમામ સામે ગુનો નોંધી ઙજઈં એમ.એચ. પઠાણ તપાસ ચલાવે છે. બનાવના મૂળ સુધી પહોંચવા ડોગ સ્કવોર્ડ, ફિન્ગર પ્રિન્ટ સહિતની તપાસનો પોલીસ ઘટના બની તે શેરીથી પાછળની શેરી સુધી અડધે ગયુ હોવાની પ્રાથમિક વિગતો મળી છે.
સુરેન્દ્રનગરમાં પેટ્રોલિંગ રાત્રિના સમયે નિમયિત હોય છે. મકાન માલિકના ભાઇ રાત્રે સવા એક વાગ્યાના સમયે ઘર આવતાં પેટ્રોલીંગની કાર મળી હતી. જ્યારે રાત્રિના 2 વાગે સીસીટીવીમાં 4 શખસો સોસાયટીમાં ફરતા દેખાય છે. બીજુ કે 3 કિમી દૂર બી-ડિવિઝન પોલીસ મથક પણ આવેલું છે. ભરતભાઈ પરમારે જણાવ્યું હતું કે, મારા પત્નીને 18 દિવસ પહેલા દીકરાનો જન્મ થયો હતો. અહીં સુરેન્દ્રનગર ખાતે તેની કોઇ દેખરેખ વાળુ ન હોય મારી પત્ની વતન વાડલા ગામે હતા. હુ રોજ મારા કામ ધંધા માટે સુરેન્દ્રનગર આવતો અને સાંજે વાડલા જતો રહેતો હતો. મારી આટલી ઉંમરની કમાયેલી રોકડ, સોના-ચાંદીના ઘરેણા સહિતની મૂડી ચોરાઇ ગઇ છે.
