ટ્રેનમાંથી તસ્કરોને ‘રોકડ’ ન મળી તો 12 બેડશીટની ચોરી કરી, બંન્ને સિહોર સ્ટેશને પકડાયા

બંન્ને પાસેથી એસીકોચની બેડશીટના ત્રણ-ત્રણ પેકેટ જપ્ત કરાયા પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં કામ કરતા રેલવે કર્મચારીઓ મુસાફરોને શક્ય તમામ મદદ કરી રહ્યા છે અને સાથે…

બંન્ને પાસેથી એસીકોચની બેડશીટના ત્રણ-ત્રણ પેકેટ જપ્ત કરાયા

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં કામ કરતા રેલવે કર્મચારીઓ મુસાફરોને શક્ય તમામ મદદ કરી રહ્યા છે અને સાથે સાથે ડિવિઝનના સતર્ક કર્મચારીઓ રેલવેની સંપત્તિની સુરક્ષામાં પણ યોગદાન આપી રહ્યા છે. રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવી રહેલા રાજકુમાર (પીમેન/સિહોર) એ બે વ્યક્તીઓને ટ્રેનના એરકન્ડિશન્ડ કોચની બેડશીટ સાથે સિહોર સ્ટેશનની બહાર જતા જોતા તે વ્યક્તીઓને બૂમ પાડીને થોભવાનું કહેતા બન્ને વ્યકતિઓ ત્યાથી ભાગવા લાગ્યા. રાજકુમાર (પોઈન્ટ્સ મેન/સિહોર) અને અજય કુમાર (ગેંગમેન/સિહોર) એ દોડીને બંને વ્યક્તિને પકડી લીધા. ઝડપાયા બાદ બંને વ્યક્તીઓને સિહોર સ્ટેશન માસ્ટરની ઓફિસે લઇ જવામા આવ્યા.

ત્યાં ફરજ બજાવી રહેલા સ્ટેશન માસ્ટર સાગર પરમારે સિહોર સ્ટેશનના જીઆરપીને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. જે બાદ સ્ટેશન માસ્ટર દ્વારા આ ઘટના અંગે આરપીએફ પોસ્ટ ભાવનગરને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતાં સબ ઇન્સ્પેક્ટર અશ્વિન વરૂૂ અને કોન્સ્ટેબલ નારસંગ ભાઈ સિહોર સ્ટેશને પહોંચ્યા અને ઘટનાની તપાસ કરતાં જાણવા મળ્યું કે બંને પાસે એસી કોચની બેડશીટના ત્રણ- ત્રણ પેકેટ (કુલ 12 નગ બેડસીટ) હતા, જેને બંને વેચવાના ઈરાદાથી લઇ જય રહ્યા હતા.સ્ટેશન માસ્ટરે તે બે વ્યક્તિને આગળની કાર્યવાહી માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (છઙઋ)ને સોંપી દીધા હતા. અને ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *