ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી નજીક રહેતા ભાવનાબેન નારણભાઇ સવાસડીયાના મકાનમાંથી 26 હજારની ચોરી થયાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે.આ ઘટનામાં પોલિસે વધુ તપાસ શરૂૂ કરી છે.
ભાવનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલ તા.09/02નારોજ રાત્રીના અગીયાર વાગ્યના અરસામા હું તથા મારી બાજુમા રહેતા મારા દિય2 કશોરભાઈ પુનાભાઈ સવાસડીયા ની દિકરી વાળી એમ બન્ને મારા ઘરના દરવાજા અંદરથી બંધ કરી રૂૂમામા સુઈ ગયેલ હતા અને તા.10/02ના રોજ સવારના પાંચેક વાગ્યના અરસામા હું ઉઠેલ અને જોયેલ તો રૂૂમનો દરવાજો ખુલ્લો હતો જેથી મે દીકરી ધારીકા ને ઉઠાડેલ અને પુછેલ કે ધારીકા તે રૂૂમનો દરવાજો ખોલેલ છે જેથી ધારીકા કહેલ કે મેં રૂૂમનો દરવાજો ખોલેલ નથી તેમ કહેલ અને ધારીકા એ લાઈટ ચાલુ કરેલ અને જોયેલ તો કબાટ રાખેલ કપડા તથા તોરણો રૂૂમમા પડેલ હતા અને કબાટનું ખાનુ નીચે પડેલ હતુ જેથી મે તથા ધારીકાએ કબાટમા જોતા મેં મારી બચત કરેલના રોકડ રૂૂપીયા 26000/- રાખેલ હતા તે જોવા મળેલ નહીં.
જેથી ઘરમા ચોરી થઇ હોવાનુ લાગેલ જેથી મે મારી બાજુમા રહેતા મારા દિયર કશોરભાઈ તથા આશાબેન ને બોલાવેલ અને ઘરના દરવાજા જોયેલ તો મેઈન રોડ બાજુ આવેલ દરવાજાની ઉપરની સ્ટોપર તુટેલી હતી અને રૂૂમનો પાછળની બાજુએ આવેલ દરવાજો જોતા બંધ હતો આમ કોઈ અજાણ્યા ચોરે દરવાજાની સ્ટોપર તોડી રૂૂમમાં આવી રૂૂમમા રહેલ તીજોરી કબાટ ખોલી અંદર પડેલ રોકડ રૂૂપીયા 26000/- ચોરી કરી લઇ ગયેલા હતા અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
