જૂના એરપોર્ટમાં તસ્કરો ત્રાટકયા, બેટરી સહિતના સામાનની ચોરી

રાજકોટના હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરુ થયા બાદ રેઢા પડેલા જૂના એરપોર્ટમાં સુરક્ષાના અભાવે તસ્કરો ત્રાટક્યા હતા અને જુના એરપોર્ટ માં ડીવીઓઆર બિલ્ડિંગમાંથી તસ્કરો રૂૂા.12…

રાજકોટના હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરુ થયા બાદ રેઢા પડેલા જૂના એરપોર્ટમાં સુરક્ષાના અભાવે તસ્કરો ત્રાટક્યા હતા અને જુના એરપોર્ટ માં ડીવીઓઆર બિલ્ડિંગમાંથી તસ્કરો રૂૂા.12 હજારની કિંમતની બે બેટરી સહિતના કીમતી સાધનો ચોરી જતા આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટના જૂના એરપોર્ટમાં હવે કોઈ ફ્લાઈટ આવતી ન હોય તેનો ઉપયોગ નહી થતો હોવાથી જુનું એરપોર્ટ રેઢું પડ બનતા તસ્કરો તેનો લાભ ઉઠાવી ગયા હતા. સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણતા એરપોર્ટમાં સુરક્ષાના અભાવે કોઈ પણ અંદર પ્રવેશ કરે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જુના એરપોર્ટ માં ડીવીઓઆર બિલ્ડિંગમાંથી તસ્કરો રૂૂા.12 હજારની કિંમતની બે બેટરી સહિતના કીમતી સાધનો ચોરી જતા આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સીએનએસ ડીપાર્ટમેન્ટ પર સુપરવિઝનની કામગીરી સંભાળતા મુળ બિહારના અને હાલ રાજકોટના ઘનશ્યામનગર પુસ્કર ધામ રોડ ઉપર રહેતા પ્રશાંતભાઈ દ્વારીકાપ્રસાદ સિંહા એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે,રાજકોટના જુના એરપોટ ઉપર દોઢ વર્ષ પૂર્વે ગત તા 2/4/2023ના રોજ પણ એક મોટી ઘટના બની હતી ત્યારે પણ સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા હતા. રાજકોટના જુના એરપોર્ટ પર આ ઘટના બની છે. જેમાં એક રીક્ષા ચાલક એરપોર્ટના રન-વે સુધી પહોંચી ગયો હતો. તેમાં વીઆઈપી ગેટ તોડી રિક્ષા સાથે રિક્ષાચાલક રન-વે પર પહોંચ્યો હતો.

ફ્લાઈટ સુધી પહોંચે એ પહેલા રીક્ષાચાલકને પકડયો હતો. જેમાં ઘટના બની ત્યારે ઈન્ડિગોની બેંગ્લોરની ફ્લાઈટ રન-વે પર ઊભી હતી. આ બનાવ માં રીક્ષા ચાલકને ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઘટના સાંજના ચાર વાગ્યા આસપાસ બની હતી. જેમાં ઇન્ડિગોની બેંગ્લોર જતી ફ્લાઈટ ઉડાન ભરવાની તૈયારી હતી. દરમિયાન નશામાં ધૂત એક રિક્ષા ચાલક રિક્ષા સાથે એરપોર્ટના વીઆઇપી ગેઇટ પાસે ધૂસ્યો હતો અને કોઇ કંઇપણ સમજે તે પહેલા જ વીઆઇપી ગેટ તોડીને રિક્ષા સાથે રન-વે નજીક પહોંચવા પ્રયાસ કર્યો હતો.આ બનાવ બાદ હાલ જયારે નવું એરપોર્ટ હીરાસર ખાતે કાર્યરત છે ત્યારે જુના એરપોર્ટમાં સુરક્ષા વ્યવસ્થાના અભાવે કોઈ પણ રન વે સુધી ઘુસી જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જૂના એરપોર્ટમાં સુરક્ષાના અભાવે તસ્કરો ફાવી ગયા હતા અને જુના એરપોર્ટ માં ડીવીઓઆર બિલ્ડિંગ સૂચી પહોચી તસ્કરો ત્યાંથી રૂૂા.12 હજારની કિંમતની બે બેટરી સહિતના કીમતી સાધનો ચોરી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *