તળાજાના જૈન વેપારીની કારખાનામાં તસ્કરો ત્રાટકયા, 6.75 લાખની રોકડ ચોરાઇ

ભાવનગર જિલ્લાના તળાજા ના બોરડા નજીક આવેલ જૈન વેપારી સહિતની પાર્ટનરશિપ થી ચાલતા ડીહાઈડ્રેશન ને નિશાચરો એ નિશાન બનાવી ને ઓફિસના ખાનામાં રાખેલ રોકડ રકમ…

ભાવનગર જિલ્લાના તળાજા ના બોરડા નજીક આવેલ જૈન વેપારી સહિતની પાર્ટનરશિપ થી ચાલતા ડીહાઈડ્રેશન ને નિશાચરો એ નિશાન બનાવી ને ઓફિસના ખાનામાં રાખેલ રોકડ રકમ ની ચોરીને અંજામ આપ્યોછે.

દાઠા પોલીસ મથક નીચે બોરડા ગામ નજીક હાઇવે પર શુભમ ફૂડ નામે આવેલ ડુંગળી ના કારખાના નું મેનેજમેન્ટ કરતા દિનેશ કાનાભાઈ ભમ્મર ઉ.વ.38 રે.પાદરી(ભં) એ નોંધાવેલ ફરિયાદ મુજબ ગત.તા.19 ની રાત્રીએ કારખાનું બંધ કરીને બધા જતા રહ્યા હતા.રાત્રિ દરમિયાન અજાણ્યા ચોર ઇસમે સળિયો તોડી રૂૂમમા પ્રવેશી ને ઓફિસના ટેબલ ના ખાનામા રાખેલ.રોકડ રૂૂ.6,75000/- ની ચોરી કરી અંધારામાં ઓગળી ગયેલ.બનાવના પગલે કારખાના ના પાર્ટનર માલિકો ભાવેશભાઈ શાહ,ભૂરાભાઈ કે ભમ્મર,મુકેશભાઈ ગાંગાણી દ્વારા ત્રણેક દિવસ તપાસ કરવામાં આવીહતી.કારણકે ચોર ઈસમ કેમેરામા કેદ થયેલ જોવા મળતો હોય અને એકજ ઈસમ દ્વારા માતબર રકમ ની ચોરી ને અંજામ આપવામાં આવ્યો હોય તપાસ કરતા ન મળી આવતા આજે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *