આજીડેમ વિસ્તારમાં અક્ષરાસીત ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યા, 1.62 લાખના દાગીનાની ચોરી

રાજકોટ શહેરમાં પીરવાડી પાસે આવેલા અક્ષરાતીત ફલેટમાં રહેતા નેમીશભાઇ જીતેન્દ્રભાઇ નિમાવતના ફલેટમાં અજાણયા તસ્કરો ત્રાટકયા હતા અને ફલેટમાંથી સોનાના મંગળસુત્ર અને બુટી રૂા.1.62 લાખની ચોરી…

રાજકોટ શહેરમાં પીરવાડી પાસે આવેલા અક્ષરાતીત ફલેટમાં રહેતા નેમીશભાઇ જીતેન્દ્રભાઇ નિમાવતના ફલેટમાં અજાણયા તસ્કરો ત્રાટકયા હતા અને ફલેટમાંથી સોનાના મંગળસુત્ર અને બુટી રૂા.1.62 લાખની ચોરી કરી લઇ જતા આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ચોરીમાં પાડોશમાં રહેતી મહિલા પર શંકા વ્યકત કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

નેમિશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હુ માલધારી ફાટક પાસે આવેલ સ્ટાર કોર્પોરેશનમા વેલ્ડીંગકામ કરૂૂ છૂ આજથી અઢી મહીના પેહલા મારા સાઢુભાઇના દિકરાના લગ્ન સમયે મે મારી પત્નીને એક સોનાનુ મંગળસુત્ર તથા કાનમા પહેરવાની સોનાની બુટી ખરીદી આપેલ હતી. જેનુ બિલ મારી પાસે છે.

ગઇ તા.26/12ના રોજ અમારા ઘરે મારા સાઢુભાઈ અનંતરાય તથા તેના પત્ની જ્યોતી બેન અમારા ઘરે મહેમાનગતીએ આવેલ હતા અને બપોરના ત્રણેક વાગ્યા આસપાસ જમીને બધા ઘરે બેઠા હતા ત્યારે મારા પત્નીએ મને વાત કરેલ કે મે આજથી દસ દિવસ પેહલા મંગળસુત્ર તથા બુટી એક નાના બોક્ષમા મુકીને એ બોક્ષ આ પડા ઘરમા કબાટના નાના ખાનામા રાખેલ હતુ અને મારે આજે પહેરવાની હોઇ જેથી હુ ગઇ કાલે રાત્રે નવેક વાગ્યા આ સપાસ કબાટમાથી મંગળસુત્ર તથા બુટીનુ બોક્ષ લેવા માટે ગઇ તો મને મળેલ ન હતુ અને ગઇ તા.22/12/2025ના રોજ હુ કબાટમા બીજી વસ્તુ મુકતી હતી ત્યારે તો મે આ મંગળસુત્ર તથા બુટીનુ બોક્ષ કબાટમા જોયુ હતુ પરંતુ કાલનુ ક્યાય મળતુ નથી અને તમો કાલે કામેથી મોડા આવેલ જેથી મે તમને વાત કરેલ ન હતી આમ વાત કરતા અમે બધાએ બીજીવાર કબાટમા તેમજ ઘરમા શોધખોળ કરેલ પણ ઉપરોક્ત સોનાની વસ્તુ રાખેલ બોક્ષ ઘરમાથી ક્યાય મળેલ નહીં અને અમારા ઘરની સામે રહેતા બહેન અવાર નવાર અમારા ઘરે આવતા હોઇ જેથી આ બનાવ બાબતે મને તેઓ પર શંકા છે. અને અમો આજદિન સુધી સોનાના મંગળસુત્ર તથા બુટી ભરેલ બોક્ષ ઘરમા ક્યાક મુકાય ગયેલ હસે તેમ માની પોલી સ ફરીયાદ કરેલ ન હતી તો મારા પત્નીને પહેરવા લીધેલ સોનાનુ મંગળસુત્ર તથા સોનાની બુટી જેની બિલ મુજબ કિ.રૂૂ.1,62, 600 થાય છે.જે અંગે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *