મોરબીમાં જ્વેલર્સની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂા.17.28 લાખની માલમત્તાની ચોરી

શહેરના સરદાર રોડ પર આવેલ જવેલર્સ દુકાનની પાછળની દીવાલ તોડી બાકોરું કરી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રહેલ સોનાના 24 ગ્રામના દાગીના અને…

શહેરના સરદાર રોડ પર આવેલ જવેલર્સ દુકાનની પાછળની દીવાલ તોડી બાકોરું કરી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રહેલ સોનાના 24 ગ્રામના દાગીના અને ચાંદીના 6 કિલોથી વધુના દાગીના અને ચાંદીનો ભંગાર સહીત કુલ રૂૂ 17.24 લાખની મત્તા ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના સરદાર રોડ ખારા કુવા વાળી શેરીમાં રહેતા દીપકભાઈ જયંતીભાઈ માંડલિયા (ઉ.વ.45) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 05 ના રોજ રાત્રીના પોણા ત્રણ વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર ઇસમેં ફરિયાદીની સરદાર રોડ પર આવેલ રાધાકૃષ્ણ જવેલર્સ નામની દુકાનમાં પાછળની દીવાલ તોડી બાકોરું કરી પ્રવેશ કર્યો હતો દુકાનમાં રાખેલ સોના ચાંદીના દાગીના અને ચાંદીના ભંગારની ચોરી કરી ગયો હતો. દુકાનમાં રહેલ સોનાના દાગીના વજન આશરે 24 ગ્રામ કીમત રૂૂ 2,74,000 ચાંદીના દાગીના વજન આશરે 6 કિલો 250 ગ્રામ કીમત રૂૂ 12,50,000 અને ચાંદીનો ભંગાર 1 કિલો 500 ગ્રામ કીમત રૂૂ 2 લાખ મળીને કુલ રૂૂ 17,24,000 ની ચોરી કરી ગયો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી રાજકોટ હાઈવે પર બોલેરો કેમ્પર ગાડીમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂૂના 1248 ચપલાની હેરાફેરી કરનાર બે ઇસમોને પોલીસે ઝડપી લઈને દારૂૂના ચપલા અને વાહન સહીત રૂૂ 6.33 લાખનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો છે એક આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી છે.

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી રાજકોટ હાઈવે પર બોલેરો કેમ્પર ગાડીમાં શીટ નીચે, ઠાઠામાં તેમજ ટોપ પરના ભાગે બનાવેલ ચોરખાનામાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો છુપાવી હેરાફેરીની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી હાઈવે પરથી બોલેરો કેમ્પર ગાડી જીજે 03 બીવી 9752 રોકી તલાશી લેતા ગાડીમાંથી ઈંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડના 180 મિલીના ચપલા નંગ 1248 તેમજ બોલેરો ગાડી કીમત રૂૂ 3 લાખ અને 2 મોબાઈલ ફોન કીમત રૂૂ 5500 સહીત કુલ રૂૂ 6,33,340 નો મુદામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓ દશરથ હરકણભાઈ રબારી રહે રામપુરા છોટા તા. ધાનેરા બનાસકાંઠા અને બાબુરામ જવાનાજી ભાડકા રહે રાજસ્થાન વાળાને ઝડપી લેવામાં આવ્યા છે તો અન્ય આરોપી મહેન્દ્રભાઈ બાબુરામ રબારી રહે રાજસ્થાન વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *