જેતપુરની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા ફાઈબરના પતરા સહિત 10 હજારની ચોરી

જેતપુરના તત્કાલ ચોકડી પાસે આવેલ એક દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. પેઢીના તોળી તસ્કરો તેમાંથી પતરા તેમજ બેરલ સહિત 90 હજારની મત્તા ચોરી ગયા હતાં. આ…

જેતપુરના તત્કાલ ચોકડી પાસે આવેલ એક દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. પેઢીના તોળી તસ્કરો તેમાંથી પતરા તેમજ બેરલ સહિત 90 હજારની મત્તા ચોરી ગયા હતાં. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની ભાળ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે. મળતી વિગતો મુજબ, જેતપુરનાં એસ.કુમાર રેસીડેન્સી બ્લોક નં.3 જૂનાગઢ રોડ પર રહેતાં અને તત્કાલ ચોકડી પાસે ગ્રીન સીટી યશોદાનગર પાસે વલ્ડ ટ્રેડલીંક નામની પેઢી ધરાવતાં મનીષભાઈ રતિલાલ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની પેઢીમાં ચોરી થઈ હતી. દુકાનના તાળા તોડી અંદર પ્રવેશી દુકાનમાં રાખેલ ફાઈબરના પતરા, ફાઈબરના પોલ, એર વેન્ટી લેટર, પ્લાસ્ટીકના ડ્રમ સહિત રૂા.90 હજારની મતા ચોરી ગયા હતાં. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેના આધારે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *