પાટડીમાં 4 મકાનમાં ત્રાટકેલા તસ્કરો, 8.45 લાખની મતાની ચોરી

પાટડી તાલુકાના બુબવાણા ગામમાં ચાર રહેણાંક મકાનોમાં તસ્કરોએ મોટી ચોરી કરી છે. તસ્કરોએ કુલ 8.45 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ગણેશભાઈ કરશનભાઇ…

પાટડી તાલુકાના બુબવાણા ગામમાં ચાર રહેણાંક મકાનોમાં તસ્કરોએ મોટી ચોરી કરી છે. તસ્કરોએ કુલ 8.45 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

ગણેશભાઈ કરશનભાઇ સિંધવના ઘરમાંથી તસ્કરોએ સવા બે તોલાની સોનાની બુટી, અડધા તોલાની સોનાનો ચેન, બે તોલાની સોનાની બુટી, કાનની સાંકળી અને સોનાની વીંટી સહિત કુલ નવ તોલાના સોનાના દાગીના ચોરી કર્યા છે.

આ ઉપરાંત કરશનભાઈ વસુભાઈ ડાભી, મેહુલભાઈ પ્રહલાદભાઈ ઠાકોર અને ચંદુજી ગાંડાજી ઠાકોરના ઘરમાંથી પણ ચોરી કરી છે.

તસ્કરોએ કુલ 7 લાખના સોના, 45,103ના ઘરેણાં, 25,000નું વાહન અને રોકડ રૂૂ. 75,000 મળી કુલ 8,45,103નો મુદ્દામાલ ચોરી કર્યો છે.

ગણેશભાઈ કરશનભાઇ સિંધવે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે. પોલીસે ડોગ સ્કોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાત અને એફએસએલની મદદથી તસ્કરોને પકડવા માટે કાર્યવાહી શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *