વર્ષોથી બંધ પડેલા અન્ય મકાનને પણ નિશાન બનાવ્યું, ફોગટનો ફેરો થતા તોડફોડ કરી
જામનગર રોડ પર ગાંધી સોસાયટીનો બનાવ: સોનાના દાગીના અને રોકડ ઉઠાવી ગયા
કડકડતી ઠંડી વચ્ચે શેહરમાં આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા લોકો થનગની રહ્યા છે. ત્યારે આજે તસ્કરોએ પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી હોય તેમ જામનગર રોડ પર ગાંધી સોસાયટીમાં બે મકાનના તાડા તોડયા હતા. વિદેશ ગયેલા વેપારીના મકાનમાંથી તસ્કરો સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 7.22લાખની ચોરી કરી ગયા હતા. જયારે આજ વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલા મકાનને નિશાન બન્વાયુ હતુ જોકે, ફોગટનો ફેરો સાબિત થતા તસ્કરો મકાનામાં તોડફોડ કરી નાશી છૂટયા હતા. સીસીટીવિ ફૂટેજમાં એક શખ્સ કેદ થઇ ગયો હોય જેને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર આવેલી ગાંધી સોસાયટી શેરીનં.6માં રહેતા અને કુવાડવા રોડ પર લાતી પ્લોટમાં રાજ ટીમ્બર નામે વેપાર કરતા ખોજેમભાઇ ભારમલ 10-15 દિવસથી દિકરી સાથે વિદેશ ગયા હતા. જયાથી પરત આવતા મકાનમાં માલ સામાન વેર વિખેર હોય ચોરી થયાની જાણ થઇ હતી. તપાસ કરતા તસ્કરો મકાનની પાછળના ભાગે બારી તોડી કબાટમાં રાખેલુ 8તોલા સોનુ અને 30-35હજારની રોકડ મળી કુલ રૂ.7.22લાખની ચોરી કરી ગયા હતા. જે અંગે પોલીસને જાણ કરવામા આવતા ગાંધીગ્રામ પોલીસ ડોગસ્કવોડ, એફએસએલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. સીસીટીવીમાં ચોરી કરવા આવેલો એક શકમંદ કેદ થઇ જતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.
જયારે તસ્કરોએ તે જ વિસ્તારમાં અન્ય એક મકાનને પણ નિશાન બનાવ્યુ હતુ. ગાંધી સોસાયટી શેરી.નં.2માં વર્ષોથી બંધ મકાનમાં ચોરી કરવા ધુસ્યા હતા જો કે, મકાનમાં કઇ હાથ ન લાગતા તોડફોડ કરી હોવાનુ જાણવા મળ્યુ છે.
યાજ્ઞિક રોડ પર ફ્લિપ કાર્ટના ગોડાઉનમાંથી ચાર કર્મચારીઓએ 14 મોબાઇલ તફડાવ્યા
જાણભેદુ હોવાની શંકાએ પોલીસે તપાસ કરતા કંપનીના જ ચાર કર્મચારીની સંડોવણી ખૂલી
શહેરના યાજ્ઞિક રોડ પર ફલિપકાર્ટના ગોડાનઉનમાંથી રૂ.3.59 લાખના 14 મોબાઇલની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. જો કે, જાણ ભેદુ હોવાની શંકાએ પોલીસ તપાસ કરતા કંપનીના જ ચાર કર્મચારી મોબાઇલ તફડાવીયા હોવાનુ સામે આવતા પોલીસે ચાર શખ્સોને સકંજામા લઇ તપાસ હાથ ધરી છે.
યાજ્ઞિક રોડ પર પારેખ એપાર્ટમેન્ટમાં ફલિપકાર્ટના વેર હાઉસમાં રૂા.3.59લાખના 14 મોબાઇલની ચોરી થયા અંગે કંપનીના એફોર્સમેન્ટ ઓફિસર મહેશભાઇ મોહનલાલ રાઠોડ (રહે. રાજનગર ચંદ્રેશનગર મેઇન રોડ)એ પ્રનગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.26/9થી 10/11 સુધી બિગ બિલીયન ડે નો મહાસેલ હોય જે બાદ વેર હાઉસમાં તપાસ કરતા અલગ-અલગ કંપનીના 14 મોબાઇલ (કિ.3,59,426)ની ચોરી થયાનુ જણાતા આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ચોરીમાં પોલીસે જાણભેદુ હોવાની શંકાએ તપાસ કરતા કંપનીના ચાર કર્મચારીઓની શંડોવણી ખૂલતા પોલીસે રવિ વાલાભાઇ ચાવડા, અજય રમેશભાઇ જેસાણી, યોગેશ કેશુભાઇ દાણિધારીયા, રોહિત રાજુભાઇ પરસોડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
