જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના ખાતે માળિયા સાસણ હાઇવે પર હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાસે ગળોદર ધારમાં આવેલ સૂર્ય વંદના એન્ટરપ્રાઇઝ ખાતે માળીયાહાટીના તાલુકાના વડાળા ગામના વિક્રમ મૈયાભાઈ ભુરાણી અને તેના ગળોદર ગામે રહેતા સાળા સિંધવ સાથે મળી બહારથી ટેન્કરમાં ડીઝલમા ભળતાં ભેળસેળયુક્ત જવલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સસ્તા ભાવે મંગાવી બજારભાવ કરતા ઓછી કિંમતે વેચાણ કરતા હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી.
જેના આધારે ગુરુવારે સાંજે એસએમસીએ દરોડો પાડ્યો હતો. શુક્રવારની સવાર સુધી ચાલેલી કાર્યવાહી દરમિયાન રૂૂપિયા 1,22,400નું 1700 લીટર ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પ્રવાહી, ઈલેક્ટ્રીક મોટર, ચલણી નોટ ગણવાનું મશીન, રોકડ, જમીનમાં દાટેલ ધાતુની ટાંકી, 2 વાહન, 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 13, 69,270નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જવલનશીલ પ્રવાહીનો વેપાર કરનાર મુખ્ય આરોપી વિક્રમનો પાર્ટનર દિલીપસિંહ સિંધવ, ફ્યુલીંગ કરનાર માળીયા નો કિશોર મોહનભાઈ ભારતી, થારણ જસાભાઈ ભલગરીયા, જીજે 11 ઝેડ 1106 નંબરના ટ્રકમાં જવાનશીલ પ્રવાહી ભરવા આવેલ મેંદરડાના ચીરોડા ગામનો ડ્રાઇવર પિયુષ હરસુખભાઈ જાદવ અને કેશોદના પ્રશાંત મેરૂૂભાઈ કાઠીની ધરપકડ કરી માળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી મુખ્ય આરોપી વિક્રમ ભૂરાણીની શોધખોળ હાથ ધરી હતી.
