ઈડરમાં ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર SMCના દરોડા, લોનની લાલચે ઠગતા 10 ઝડપાયા

40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈ સ્પીડ રાઉટર, લકઝરી કાર સહિતનો મુદ્દામાલ ઝડપાયો : 11 આરોપી ફરાર ઈડરમાં ઈન્ટરનેશનલ કોલસેન્ટર ઝડપાયું છે, એસએમસીએ દરોડો પાડીને…

40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈ સ્પીડ રાઉટર, લકઝરી કાર સહિતનો મુદ્દામાલ ઝડપાયો : 11 આરોપી ફરાર

ઈડરમાં ઈન્ટરનેશનલ કોલસેન્ટર ઝડપાયું છે, એસએમસીએ દરોડો પાડીને આ કાર્યવાહી કરી છે. ભાજપના પૂર્વ ઉપપ્રમુખના કોમ્પ્લેક્સ ચાલતુ હતું કોલ સેન્ટર અને મુકેશ સોલંકીના કોમ્પ્લેક્સમાં ચાલતું હતું કોલ સેન્ટર જેમાં 3 વર્ષથી ભાડાના મકાનમાં ચાલતું હતું કોલ સેન્ટર અને વિદેશોમાં લોન આપવાની લાલચે કરાતી છેતરપિંડી, ડોલરમાંથી રૂૂપિયામાં ક્ધવર્ટ કરી લાખોની ઠગાઇ કરવામાં આવતી હતી, જખઈએ 40 મોબાઈલ, 12 લેપટોપ જપ્ત કર્યા છે.

કોલ સેન્ટરના આરોપીઓ પાસેથી મોંઘીદાટ કાર હોવાની વાત સામે આવી છે, મોટાભાગના આરોપીઓ અમદાવાદના રહેવાસી છે અને ઊંડાણપૂર્વક તપાસમાં મોટા ખુલાસાની શક્યતા છે, ફરાર 11 આરોપીઓને ઝડપવા પોલીસ સક્રિય છે, આ કોલ સેન્ટર ચલાવવાનો માસ્ટર માઈન્ડ કોણ છે તે દિશામાં પણ પોલીસની તપાસ શરૂૂ છે. અમેરિકાના ડેટાનો ઉપયોગ કરી ડોલરને ભારતીય ચલણમાં ટ્રાન્સફર કરી ઠગાઈ કરાતી હતી.

પોલીસે 40 મોબાઇલ, 12 લેપટોપ, 4 હાઈસ્પીડ રાઉટર અને મોંઘી કાર સહિતનો સામાન કબ્જે કર્યો છે, સ્થાનિક પોલીસ મથકે આરોપીઓને રજૂ કરાયા છે અને ત્રણ વર્ષથી ભાડા કરાર પણ ઓનલાઈન ક્લાસીસના નામે નોંધાયો હતો, આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની ભૂમિકા ઉપર પર સવાલ ઉભા થયા છે, દરોડાના પગલે સ્થાનિક પોલીસ અને જખઈના અધિકારીઓની તપાસ ચાલતી રહેશે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *