સદર બજાર નજીક મહિલા કારચાલકે ત્રણથી ચાર વાહનોને ઠોકરે લેતા માથાકૂટ

રાજકોટ શહેરના સદર બજાર વિસ્તારમાં રાત્રીના સમયે એક મહિલા કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી. જેમાં તેમણે રસ્તા પર પડેલા ત્રણથી ચાર વાહનોને ઠોકરે લીધા…

રાજકોટ શહેરના સદર બજાર વિસ્તારમાં રાત્રીના સમયે એક મહિલા કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી. જેમાં તેમણે રસ્તા પર પડેલા ત્રણથી ચાર વાહનોને ઠોકરે લીધા હતા અને વાહનોમાં નુકશાન કર્યુ હતુ. આ ઘટના બાદ બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને બાદમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે. સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું કે, મહિલા અને અન્ય વાહનો ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *