દામનગરમાં SMCનો દરોડો: દારૂના કટિંગમાં ત્રાટકી, 6 આરોપીને પકડી રૂપિયા 16 લાખનો દારૂ જપ્ત કર્યો

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે અમરેલી જિલ્લાના દામનગરમાં દારૂૂના કટિંગ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે…

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે અમરેલી જિલ્લાના દામનગરમાં દારૂૂના કટિંગ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દારૂૂ, વાહનો અને રોકડ સહિત કુલ રૂૂ. 57.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જખઈ ટીમને આર.કે. કરમટાના નેતૃત્વ હેઠળ દામનગરમાં દારૂૂનું કટિંગ થવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે લાઠી તાલુકાના દામનગર નજીક આવેલા શ્રી સહજાનંદ ગુરુકુળ પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, 7,686 વિદેશી દારૂૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત આશરે રૂૂ. 16.91 લાખ થાય છે. આ ઉપરાંત, પોલીસે રૂૂ. 40.40 લાખની કિંમતના 4 વાહનો, રૂૂ. 55,000ની કિંમતના 7 મોબાઈલ ફોન અને રૂૂ 3,240 રોકડા પણ જપ્ત કર્યા હતા. આમ, કુલ રૂૂ 57,89,864નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપીઓમાં કૌશિક કાવો ભરતભાઈ ગોહિલ, વિષ્ણુપરી હિંમતપુરી ગૌસ્વામી, સિકંદર ભાભા કાળુભાઈ પઠાણ, જયેશ જગજીવન જાદવ, હરિહર દીપકભાઈ ભાટ અને સ્વરૂૂપ ચીટુ દશરથભાઈ ગાવીતનો સમાવેશ થાય છે. આ આરોપીઓમાં દારૂૂના રીસીવર, ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો સમાવેશ થાય છે. આ કેસમાં વિરાજ પ્રવીણચંદ્ર રાણા સહિત અન્ય 6 આરોપીઓ હજુ ફરાર છે, જેમાં મુખ્ય સપ્લાયર અને વિવિધ વાહનોના માલિકોનો સમાવેશ થાય છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *