માધાપર ચોકડી નજીક નિદ્રાધીન સગીરનું સર્પદંશથી મોત

પરિવારે નાગને પકડી પાઈપમાં વીંટી મોઢુ બાંધી દીધું શહેરમાં માધાપર ચોકડી પાસે રહેતા પરિવારના નિંદ્રાધીન 14 વર્ષના સગીરને સાપે ડંખ માર્યો હતો. સગીરનું ઝેરી અસરથી…

પરિવારે નાગને પકડી પાઈપમાં વીંટી મોઢુ બાંધી દીધું

શહેરમાં માધાપર ચોકડી પાસે રહેતા પરિવારના નિંદ્રાધીન 14 વર્ષના સગીરને સાપે ડંખ માર્યો હતો. સગીરનું ઝેરી અસરથી મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારે સગીરને જીવલેણ ડંખ મારનાર સાપને પકડી પાઈપમાં વિંટી મોઢું બાંધી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માધાપર ચોકડી નજીક ડીવાઈન સિટી ફાટક પાસે રહેતા પરિવારનો રઘુ રતનભાઈ નામનો 14 વર્ષનો સગીર પોતાના ઘરે સુતો હતો ત્યારે મધરાત્રે સાપે ડંખ મારી દેતાં સગીરને ઝેરી અસર થતાં બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સગીરનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક સગીર બે ભાઈ બે બહેનમાં નાનો હતો અને સગીરને જીવલેણ ડંખ મારનાર સાપને પકડી પરિવારજનોએ પાઈપમાં વિંટી મોંઢુ બાંધી દીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *