નવાગામમાં રામાપીરના મંદિર પાસે મફતીયાપરામાં રહેતાં મુળ બિહારના બીપીન મહંતોનો પુત્ર રાજકુમાર (ઉ.વ.6) ઘર નજીક રમતો રમતો પાણીના નાલામાં પડી જતાં ડુબી જવાથી મોત થયું છે. મળતી વિગતો મુજબ,રાજકુમાર મહંતો ગત સાંજે ઘર નજીક બીજા છોકરાઓ સાથે રમવા ગયો ત્યારે રમતાં રમતાં પાણી ભરેલા નાલામાં પડી જતાં છોકરાઓએ દોડીને તેના ઘરે જઇ જાણ કરતાં માતા-પિતા સહિતના દોડી આવ્યા હતાં અને તેને બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. પિતા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ સહિતે જાણ કરતાં કુવાડવા પોલીસે કાર્યવાહી કરી હતી.
નવાગામમાં છ વર્ષનો બાળક રમતી વેળાએ નાળામાં ડૂબી જતાં મોત
નવાગામમાં રામાપીરના મંદિર પાસે મફતીયાપરામાં રહેતાં મુળ બિહારના બીપીન મહંતોનો પુત્ર રાજકુમાર (ઉ.વ.6) ઘર નજીક રમતો રમતો પાણીના નાલામાં પડી જતાં ડુબી જવાથી મોત થયું…
