જેતપુરના બે સહિત છ શખ્સો સામે સાયબર ફ્રોડની રકમ હેરાફેરીનો ગુનો નોંધાયો

રાજકોટ જિલ્લા પોલીસના ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત તપાસમાં જેતપુરના બે સ્થાનિક શખ્સો સહીત 6 સામે બેન્ક ખાતાનો ’મ્યુલ એકાઉન્ટ’ તરીકે ઉપયોગ કરવામાં આવ્યાનો ગુનો…

રાજકોટ જિલ્લા પોલીસના ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત તપાસમાં જેતપુરના બે સ્થાનિક શખ્સો સહીત 6 સામે બેન્ક ખાતાનો ’મ્યુલ એકાઉન્ટ’ તરીકે ઉપયોગ કરવામાં આવ્યાનો ગુનો નોંધાયો છે. ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં સાયબર ગુનેગારો હવે ભોળા યુવાનોને નાણાકીય લાલચ આપી ગુનાહિત પ્રવૃત્તિઓમાં ધકેલી રહ્યા છે. મુખ્ય સૂત્રધારો દ્વારા પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરી મેળવેલા નાણાં સગેવગે કરવા માટે કમિશનની લાલચ આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

મળતી વિગતો મુજબ જેતપુર પોલીસે સીટી પોલીસે મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત જેતપુરના પ્રદીપભાઈ ભરતભાઈ બાયલ સામે ગુનો નોંધ્યો છે. જેણે અન્ય સહ-આરોપીઓને માત્ર ₹5,000ના કમિશનની લાલચ આપી સાયબર ફ્રોડના નાણાં છુપાવવા માટે રાજી કર્યા હતા. પ્રથમ કિસ્સામાં, આરોપી તુષાર શૈલેષભાઈ સાબરીયાના યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (કણકીયા પ્લોટ શાખા)ના ખાતામાં ગત ફેબ્રુઆરી 2026 દરમિયાન શંકાસ્પદ રીતે રૂૂ.83,999 જમા થયા હતા, જેમાંથી રૂૂ.83,800 ઓનલાઇન ટ્રાન્સફર કરી ઉપાડી લેવાયા હતા. રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ પોર્ટલ ’જઅખઅગટઅઢઅ’ પર તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે આ ખાતા વિરુદ્ધ મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્યમાં સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે.

તુષારે કબૂલાત કરી હતી કે તેના મિત્ર પ્રદીપ બાયલની લાલચમાં આવીને તેણે નવું સિમકાર્ડ અને બેન્ક ખાતું ખોલાવી તમામ દસ્તાવેજો ગેંગના અન્ય સાગરીતો જેવા કે જયેશ પટેલ અને હિમાંશુને સોંપ્યા હતા. બીજી તરફ, આ જ ટોળકીએ રવી રતીભાઈ વાલાણી નામના 31 વર્ષીય યુવાનને જાળમાં ફસાવી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (તીનબતી ચોક શાખા)માં ખાતું ખોલાવ્યું હતું. આ ખાતામાં માત્ર 5 નવેમ્બર 2025ના રોજ રૂૂ.10,66,432 જેટલી માતબર રકમ જમા થઈ હતી, જેને ચેક અને એટીએમ મારફતે તાત્કાલિક ઉપલેટા અને ધોરાજી ખાતેથી વિડ્રો કરી લેવામાં આવી હતી. આ ખાતાના જોડાણો તપાસતા કેરળ, સિક્કિમ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને છત્તીસગઢ જેવા ભારતના વિવિધ રાજ્યોમાં થયેલી મોટી સાયબર છેતરપિંડીઓ સાથે આ ખાતું સીધું લિંક હોવાનું સાબિત થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *