રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધી ફોરલેન રોડ કામનો પ્રારંભ

જામનગર રોડ પર નવા રિંગ રોડ જંક્શન પર આકર્ષક એન્ટ્રી વોલની કામગીરી પણ શરૂ રાજકોટ શહેરમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટીનો પ્રોજેકટ મંજુર કર્યા બાદ…

જામનગર રોડ પર નવા રિંગ રોડ જંક્શન પર આકર્ષક એન્ટ્રી વોલની કામગીરી પણ શરૂ

રાજકોટ શહેરમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટીનો પ્રોજેકટ મંજુર કર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના પ્રોજેકટ પૈકી અટલ સરોવરનું નિર્માણ પુરૂ કરી શહેરને હરવા ફરવા લાયક એક વધુ સ્થળની ભેટ આપી છે તેમજ સ્માર્ટ સિટી એરિયામાં અર્ફોટેબલ હાઉસીંગ યોજના તથા અન્ય પ્રોજેકટના કામ બાકી છે પરંતુ રૈયા ગામથી સ્માર્ટ સિટીને જોડતો રસ્તો ખરાબ હાલતમાં હોય વારંવાર આ રસ્તો બનાવવા માટે રજૂઆત કરવામાં આવેલ. આમ તો સ્માર્ટ સિટીને જોડતાં અનેક રસ્તાઓ કાર્યરત છે પરંતુ રીંગ રોડ પરથી નજીકમાં જવા માટે રૈયા ગામ થઈને સ્માર્ટ સિટી જઈ શકાય છે. આ ફોરલેન રોડ બનાવવા માટે મનપાએ ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી પૂર્ણ કર્યા બાદ વર્ક ઓર્ડર આપી દેવાતા આજથી રૈયાગામથી સ્માર્ટ સિટી સુધીના ફોરલેન રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

નવા રીંગ રોડ પર અનેક નવા પ્રોજેકટ સાકાર લઈ રહ્યાં છે આ વિસ્તારમાં એપાર્ટમેન્ટ તેમજ સોસાયટીઓનો વ્યાપ વધતાં મહાનગરપાલિકા સંચાલિત સ્માર્ટ સિટી અને અટલસરોવર ખાતે સહેલાણીઓની આવકમાં સતત વધારો જોવા મળ્યો છે. મહાનગરપાલિકા દ્વારા શહેરનાં પ્રવેશદ્વાર ઉપર કલાત્મક ગેઈટ બનાવવાનો વર્ષો પહેલા પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે નવા જમાના મુજબ ગેઈટની જગ્યાએ કંઈક નવું આપવાની નેમ સાથે જામનગર રોડને જોડતાં નવા રીંગ રોડના સર્કલ ઉપર એન્ટ્રી ગેઈટના બદલે હવે એન્ટ્રી વોલ બનાવવાનું આયોજન કરી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં ડીઝાઈન મુજબની એન્ટ્રી વોલ અને સર્કલ ડેવલોપ કરવાનું કામ શરૂ કરવામાં આવશે. આમ આજરોજ સ્માર્ટ સિટીને જોડતાં રૈયા ગામના ફોરલેન રોડનું કામ તેમજ જામનગર રોડને જોડતાં નવા રીંગરોડના જંકશન ઉપર એન્ટ્રી વોલ સહિતનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બીજા 150 ફૂટ રિંગ રોડ તથા જામનગર રોડ જંક્શન પર એન્ટ્રી વોલ અને રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીનો રોડ ડેવલપ કરવાનું કામ હાથ ધરાયું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વેસ્ટ ઝોનમાં બીજા 150 ફૂટ રિંગ રોડ તથા જામનગર રોડ જંક્શન પર ભવ્ય એન્ટ્રી વોલ સાથે બ્યુટીફીકેશનની કામગીરી અને રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીના 45 મીટરનો ડી.પી. રોડ વિકસાવવાનું કામ હાથ ધરવામાં આવેલ છે.

જામનગર રોડ અને બીજા 150 ફૂટ રિંગ રોડના જંકશન એટલે કે રાજકોટ શહેરના એન્ટ્રી પોઈન્ટનું સૌંદર્યીકરણ કરવા માટે રૂૂ. 3.71 કરોડના ખર્ચે કામગીરી શરૂૂ કરવામાં આવેલ છે. જેમાં રસ્તાના કોર્નર પર બંને તરફ 113 રનિંગ મીટર લંબાઈની દીવાલ બનાવવામાં આવશે. આ એન્ટ્રી પોઈન્ટ ખાતે એક સર્કલનું પણ નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 1 માં રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીના 1300 મીટર લંબાઈના અને 45.00 મી. પહોળાઈ ધરાવતા ડી.પી. રોડને ડેવલોપ કરવાનું કામ પણ હાથ ધરવામાં આવેલ છે. આ કામ માટે અંદાજે રૂૂ. 17 કરોડનો ખર્ચ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *