કોટેચા ચોક પાસે શાંતિનિકેતન સોસાયટીના મકાનમાં જુગાર રમતા વેપારી, એન્જિીનિયર સહિત છ શખ્સો ઝડપાયા

શહેરનાં કોટેચા ચોક પાસે શાંતિનિકેતન સોસાયટીમા શ્રી રામ મકાનમા રહેતા જનકભાઇ કરમશીભાઇ ભટ્ટીનાં મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પીસીબી શાખાનાં પીઆઇ ગોંડલીયાની રાહબરીમા એએસઆઇ…

શહેરનાં કોટેચા ચોક પાસે શાંતિનિકેતન સોસાયટીમા શ્રી રામ મકાનમા રહેતા જનકભાઇ કરમશીભાઇ ભટ્ટીનાં મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પીસીબી શાખાનાં પીઆઇ ગોંડલીયાની રાહબરીમા એએસઆઇ મહીપાલસિંહ ઝાલા અને હરદેવસિંહ રાણા સહીતનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા વેપારી જનકભાઇ ભટ્ટી, ટુર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા કરણભાઇ સાકરીયા , વેપારી આકાશભાઇ કણસાગરા , ક્ધટ્રકશનનાં ધંધા સાથે જોડાયેલા વિશ્ર્વજીતસિંહ જાડેજા, ઇન્સ્યોરન્સનાં એજન્ટ મોહીતભાઇ પટેલ અને સિવીલ એન્જીનીયર અનીરાજસિંહ જાડેજાને પકડી 73 હજારની રોકડ જપ્ત કરી હતી.

બીજા દરોડામા ગાંધીગ્રામમા આવેલી ગાંધીનગર શેરી નં 3 મા પોલીસે દરોડા પાડી જુગાર રમતા કલ્પનાબેન મહેતા, દક્ષાબેન મુલીયાણા, છાયાબેન જોશી , રૂપાબેન ભદોરીયા, સંગીતાબેન ભીમેતર , શાંતીબેન રાઠોડ, જલ્પાબેન મોદી, ઘુઘાભાઇ ડગળા, ઋષભભાઇ મહેતા, સુમીત્રાબેન મહેતા, ચંદ્રીકાબેન ચૌહાણ, રીધ્ધીબેન ગોંડલીયા, જયશ્રીબેન ભેમીયાતર , શિલાબેન ભેમીયાતર, સ્વેતાબેન મુછડીયા અને પુજાબેન નારીગ્રાને ઝડપી 18700 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

જયારે ત્રીજા દરોડામા રીધ્ધી સીધ્ધી સોસાયટી 9 નાં ખુણે આવેલા એસ. કે. પાન વાળી શેરીમા જુગાર રમાતો હોવાની બાતમી પરથી થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા અંજુબેન ખચમાણી, કંચનબેન ગોસ્વામી, ઋષીતાબેન ઉધરેજા , ગીતાબેન યાદવ અને પ્રેરણાબેન ઠકકરને ઝડપી 10 હજારની રોકડ જપ્ત કરી હતી. તેમજ પીસીબી શાખાનાં એએસઆઇ મયુરભાઇ પટેલ અને હીરેનભાઇ સોલંકીએ ગોંડલ રોડ ડી માર્ટ પાસેથી વીજય પ્રફુલભાઇ પુજારા (રહે. સ્વામીનારાયણ નગર શેરી નં 6 ગોકુલધામ પાસે કુળદેવી કૃપા ) ને ઝડપી રોકડ અને મોબાઇલ સહીત 12600 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *