મહારાષ્ટ્રમાં રસ્તા પરથી બંધ કાર હટાવતા છ લોકોને ટ્રકે કચડી નાખ્યા

  મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ગઇકાલે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. કેટલાક લોકો આ માર્ગ અકસ્માતમાં સંડોવાયેલા વાહનને રસ્તા પરથી હટાવી રહ્યા હતા, ત્યારે એક ટ્રકે…

 

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ગઇકાલે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. કેટલાક લોકો આ માર્ગ અકસ્માતમાં સંડોવાયેલા વાહનને રસ્તા પરથી હટાવી રહ્યા હતા, ત્યારે એક ટ્રકે વાહન હટાવી રહેલા લોકોને કચડી નાખ્યા. આ ઘટના રાત્રે 8.30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.

ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેવરાઈના દીપક અટકરે દ્વારા ચલાવવામાં આવતી કાર અહીંથી લગભગ 100 કિમી દૂર ગધી ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-52 ના એક ભાગ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કેટલાક લોકો આ ક્રેશ થયેલી કારને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમ્યાન પૂરપાટ ઝડપે આવતી ટ્રકે છ લોકોને કચડી નાખ્યા હતા.

અકસ્માતગ્રસ્ત વાહનને દૂર કરવામાં આવી રહ્યું હતું, ત્યારે એક ઝડપી ટ્રકે તેમને કચડી નાખ્યા. આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા. તે જ સમયે, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ બાલુ અટકરે, ભાગવત પારલકર, સચિન નન્નાવરે, મનોજ કરંડે, કૃષ્ણ જાધવ અને દીપક સુરૈયા તરીકે થઈ છે. તે બધા બીડના ગેવરાઈના રહેવાસી હતા. ટ્રક ચાલકની શોધખોળ ચાલી રહી છે.
ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે કારના ટુકડા થઈ ગયા અને તેમાં સવાર તમામ છ લોકોના મોત થયા. ઘટના બાદ ક્ધટેનર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી લીધો છે અને ફરાર ડ્રાઇવરની શોધખોળ ચાલુ છે. હાલમાં, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *