વરસાદને પગલે વાતાવરણ ટાઢુ બોળ થઇ જતા પ્યાસીઓ દારૂની બોટલ લઇ મહેફીલ માણવા નીકળ્યા હોવાની માહીતી મળતા અલગ અલગ પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા પોતાનાં વિસ્તારમા દારૂની ગુના નોંધવા ચેકીંગ હાથ ધર્યુ હતુ. આ સમયે સોની બજારનાં માંડવી ચોક, ગ્રીન લેન્ડ ચોકડી, ધરમનગર સોસાયટી અને સિંધી કોલોની વિસ્તારમા ચેકીંગ હાથ ધરવામા આવતા કુલ 6 શખસો દારૂની બોટલ સાથે ઝડપાયા હતા.
એ ડીવીઝન પોલીસ મથકનાં કનુભાઇ બસીયા અને ધારાભાઇ વાનરીયા સહીતનાં સ્ટાફે ફુલ બજાર કબીર ચોક પાસેથી સીકંદર ઉર્ફે કબુ ઇકબાલભાઇ સંધીને બે દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ ચાવડા અને કલ્પેશભાઇ બોરીચાએ સોની બજાર માંડવી ચોક પાસેથી બેડીપરા શ્રમજીવી સોસાયટીમા રહેતા પ્રતીક ભરતભાઇ ખસીયાને દારૂની ચાર બોટલ સાથે ઝડપી લીધો હતો. તેમજ બી ડીવીઝન પોલીસ મથકનાં હાર્દીકભાઇ છૈયા અને હેડ કોન્સ્ટેબલ હીતેશભાઇ કોઠીવાળએ ગ્રીન લેન્ડ ચોકડીથી બસ સ્ટેશનની પાછળ તીરૂપતી સોસાયટી તરફ જતા રસ્તેથી વેપારી જયદીપ ભુપતભાઇ ગણદીયાને દારૂની 1ર બોટલ સાથે ઝડપી લીધો હતો.
તેમજ પ્રનગર પોલીસ મથકનાં મયુરસિંહ જાડેજા અને વનરાજભાઇ બોરીચા સહીતનાં સ્ટાફે કીટીપરામા રહેતા સુમીત દીનેશભાઇ કુવરીયાને દારૂની 1 બોટલ સાથે સીંધી કોલોની પાસેથી ઝડપી લીધો હતો. તેમજ પીસીબી શાખાનાં હરદેવસિંહ રાણા અને મહીપાલસિંહ ઝાલા સહીતનાં સ્ટાફે વિક્રમ કાંતી સોલંકી (રહે. ક્રિષ્ના પાર્ક ) અને અતુલ ગોરધન વેકરીયા (રહે. નાના મવા રોડ વામ્બે આવાસ કવાર્ટર ) ને દારૂની 4 બોટલ સાથે ઝડપી પાડયા હતા . ઝડપાયેલા શખસોમાથી અમુક દારૂની મહેફીલ માણવા જતા હતા. અને અમુક વેચાણ અર્થે દારૂ સાથે રાખ્યુ હોવાનુ પોલીસ પાસે રટણ કર્યુ હતુ.
