રણછોડનગરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા, અડધા લાખની રોકડ જપ્ત

રાજકોટ શહેરનાં સામા કાઠે રણછોડનગર શેરી નં 6 મા આવેલી ઓફીસમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખસોને ઝડપી લઇ…

રાજકોટ શહેરનાં સામા કાઠે રણછોડનગર શેરી નં 6 મા આવેલી ઓફીસમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખસોને ઝડપી લઇ પપ900 નો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે સંતકબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીમા વર્લી ફીચરનાં આકડા લઇ જુગાર રમતા બે શખસોને ઝડપી 18 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

વધુ વિગતો મુજબ રણછોડનગર શેરી નં 16 પાસે આવેલી મયુર ચાવડાની ઓફીસમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા મયુર ઘનશ્યામભાઇ ચાવડા, ગેલાભાઇ નાથાભાઇ હાંસલા, અજય નટવરલાલ મીઠીયા, રાજેશ ધીરૂ ડાંગર, પકંજ વીભા ડાંગર અને રવી રસીક રાજાણીને ઝડપી લઇ તેમની પાસેથી પપ900 ની રોકડ કરી જપ્ત કરી હતી. આ કામગીરી ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એ. એસ. ગરચર, અનીલભાઇ સોનારા, મનીષભાઇ ચાવડા સહીતનાં સ્ટાફે કામગીરી કરી હતી. જયારે બીજા દરોડામા પીસીબી શાખાનાં એએસઆઇ જી. પી. ચૌહાણ, હરદેવસિંહ રાણા અને સ્ટાફે સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી શેરી નં 4 મા દરોડો પાડી વર્લી ફીચરનાં આંકડા લેતા કૌશીક અશ્ર્વિન બારૈયા અને મીત રાજુભાઇ દારોદ્રાને ઝડપી 18600 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

જયારે ત્રીજા દરોડામા પીસીબી શાખાનાં એએસઆઇ મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાણા અને ઘનશ્યામસિંહ ચૌહાણ સહીતનાં સ્ટાફે ચુનારાવાડ શેરી નં 4 ડાભી હોટલ વાળા ખાચામા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે દરોડો પાડી જુગાર રમતા વિજય કાનજી મકવાણા, સંજય ભુપત જેતાણી, સાહીલ ઉર્ફે કાયડો રામજી બારૈયા, મનોજ દિનેશ નંદેસરીયા, વિક્રમ જીવરાજ સાકરીયા, કેતન સામત ડાભી, અને પરેશ રમેશ રાઠોડને ઝડપી લઇ રૂ. 40800 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *