રણછોડનગરમાં જમીનના પ્લોટ મામલે વૃધ્ધાના ઘરમાં ઘુસી છ શખ્સોએ માર માર્યો

રણછોડ નગર શેરી નંબર 8 માં રહેતા રાજેંદ્રકુમાર ઉર્ફે લાલાભાઈ હરકિશનભાઈ (ઉ.વ.59) ને જૂની અદાવતનો ખાર રાખી રણછોડ નગર માં તેમના ઘર પાસે જ રહેતા…

રણછોડ નગર શેરી નંબર 8 માં રહેતા રાજેંદ્રકુમાર ઉર્ફે લાલાભાઈ હરકિશનભાઈ (ઉ.વ.59) ને જૂની અદાવતનો ખાર રાખી રણછોડ નગર માં તેમના ઘર પાસે જ રહેતા અભિષેક રામાણી અને તેમની સાથેના અજાણ્યા પાંચ શખ્સોએ ઘરમાં ઘુસી મારમારતા તેઓએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

રાજેન્દ્રભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,અમારા ઘરની બાજુમા આવેલ એક ખુલ્લો પ્લોટ છે જે આજથી પચ્ચીશેક વર્ષ અગાઉ સ્વ.લવજીભાઈ ગજેરા પાસેથી મારા મે તથા મારા ભાઈએ વેચાતો લીધેલ હતો અને જેના દસ્તાવેજ હજુ અમારા નામે થયેલ નથી પરંતુ તે પ્લોટ ત્યારથી અમારા કબ્જામા છે.જે પ્લોટનો અમો વર્ષોથી કોઈ ઉપયોગ ન કરતા હોઈ તેથી આ પ્લોટમા ઘાસ ઉગી જતુ હોઈ તેથી અભીષેક રામાણી તથા તેઓના પરીવારના સભ્યો જેઓ પ્લોટની બાજુમા રહે છે તેઓ અમારી સાથે અવાર-નવાર ઝઘડો-બોલાચાલી કરતા અને ત્યારબાદ ગઈ કાલ તા.19/10ના રાત્રીના દશેક વાગ્યા આસપાસ હુ તથા મારી પત્નિ બન્ને અમારા ઘરે હાજર હતા ત્યારે અભિષેક રામાણી આવેલ અને ડાઇરેક્ટ મને ઢીકા પાટુનો માર મારવા લાગ્યો હતો.

તેથી મારી પત્નિ છોડાવવા આવતા તેમની સાથે પણ ઝપા-ઝપી મારા-મારી કરી હતી.ત્યારબાદ શેરીમા દેકારો થતા તેની સાથેના તેમના બે મિત્રો જેમને નામથી હુ ઓળખતો નથી તેઓ આવી અને આ અભિષેકને પકડી બહાર લઈ ગયેલ ત્યાર બાદ ફરીથી આ અભિષેક તથા તેની સાથે કોઈ અજાણ્યા પાંચેક વ્યક્તિઓ ઘરમા આવી અને આ અજાણ્યા શખ્સોએ ગાળા-ગાળી કરેલ તથા અભિષેકે મને તથા મારા પત્નિને છુટા હાથથી મારેલ બાદ બધા જતા રહેલ અને હુ મારા ઘરની બહાર નિકળેલ અને મને જાણવા મળેલ કે આ અભિષેકે અમારા પ્લોટમા કોઈ કારણોસર આગ લાગતા આવુ કૃત્ય કરેલ છે.

બાદ ફરીથી આ અભિષેક ઘર પાસે આવી મને માર મારેલ એટલામા હુ મારા જમાઈ નિખિલ બીજા જમાઈ મોહિત અમારા ઘરે આવી ગયા હતા અને અમે બધા ઘરમાં જતા રહેલ બાદ મારા જમાઈ નિખિલે 112મા કોલ કરેલ અને 112 ગાડી આવે એ અગાઉ મારી દિકરી મીનાક્ષી આવી ગયેલ તે સમયે પણ આ અભિષેક અમારા ડેલાના દરવાજામા લાતો મરતો હતો અને ગાળા-ગાળી કરતો હતો તે બાદ 112 જનરક્ષક ગાડી આવેલ એટલામા આ સામાવાળો અભિષેક તથા તેની સાથેના અજાણ્યા પાંચ શખ્સો ત્યાથી ભાગી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *