જામનગરમાં બેંક ખાતા ભાડે રાખી ફ્રોડ કરનાર ગેંગના છની ધરપકડ

જામનગરની સાયબર સેલ ની ટુકડીએ બેંક ખાતા ભાડે આપીને ઓનલાઈન ફ્રોડ કરતી વધૂ એક ગેંગ નો પર્દાફાશ કર્યો છે, અને કાલાવડના મોટી માટલી, રાજકોટ અને…

જામનગરની સાયબર સેલ ની ટુકડીએ બેંક ખાતા ભાડે આપીને ઓનલાઈન ફ્રોડ કરતી વધૂ એક ગેંગ નો પર્દાફાશ કર્યો છે, અને કાલાવડના મોટી માટલી, રાજકોટ અને ભાવનગરના 6 શખ્સો સામે 3.86 કરોડનું ટ્રાન્જેક્શન કરી ઓનલાઈન છેતરપિંડી કરવા અંગે ગુનો નોંધ્યો છે. જે પૈકીના ત્રણ આરોપીઓની અટકાયત કરી લઈ ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે.

જામનગરના સાઇબર ક્રાઇમ સેલના પી.આઇ. એ. આઈ. ધાસુરા અને સ્ટાફના કાળુભાઈ ડાડુભાઈ, ભગીરથસિંહ જાડેજા, રાજુભાઈ વગેરે સહિતની ટુકડી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના નાણા ખંખેરવાના પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરીને વધુ એક ગેંગ નો પર્દાફાશ કર્યો છે. બેન્ક ખાતા ભાડે આપીને નાણાનું ગેરકાયદેસર રીતે ટ્રાન્જેક્શન કરવાના મામલે સાયબર ક્રાઈમ પોલીસમાં મથકમાં 6 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જેમાં કાલાવડ તાલુકાના નાની માટલી ગામના કનૈયાલાલ ખીમજીભાઈ સભાયા, રાજકોટમાં લાખાભાઈ રાણાભાઇ ઝાપડા, અને રાજ મુકેશભાઈ ઝાપડા, ઉપરાંત ભાવનગરના શૈલેષ મકવાણા અને પ્રકાશ કાનમીયા, અને આર્યન પટેલ સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તેઓ દ્વારા જુદાજુદા બેંક ખાતા ભાડે આપીને ગેરકાયદેસર રીતે પોતાનો આર્થિક લાભ મેળવવા માટે કુલ 3,86,74,756 નું ટ્રાન્જેક્શન કરાવી આપ્યું હતું, અને તે રકમ અન્ય લોકોની બેંક ખાતામાંથી છેતરપિંડી કરીને જમા કરવામાં આવી હતી, અને ત્યારબાદ તે રકમ ઉપર સાઇબર ફ્રોડ કરનાર મુખ્ય ગેંગ ને પહોંચાડવામાં મદદ કરી હતી. આ ટોળકીના છ સભ્ય સામે ગુનો દાખલ કરાયા બાદ પોલીસ ટીમે કાલાવડ ના કનૈયાલાલ સભાયા, ઉપરાંત રાજકોટના લાખાભાઈ ઝાપડા, અને રાજ ઝાપડા વગેરે ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી હતી, અને તેઓને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરતાં અદાલતે ત્રણ દિવસની પોલીસી રિમાન્ડ ની માંગણી મંજૂર કરી છે. જે ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *