બે દેશી બનાવટના તમંચા: બે કાર જીવંત કારતુસો સહિતના હથિયારો, વાહનો કબજે: પૂર્વ કોંગી કોર્પોરેટર સહિત અન્ય 6ની શોધખોળ
જામનગર તાલુકાના વસઇ ગામ પાસે પરમ દીને રાત્રી ના બનેલા ફાયરીંગના બનાવમા 6 આરોપીઓને હથિયારો અને વાહનો સાથે પોલીસે ત્વરીત પકડી પાડયા છે, જ્યારે અન્ય છ આરોપીઓને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ ચલાવાઈ રહી છે. જામનગરના માજી કોર્પોરેટર અસલમભાઇ કરીમભાઇ ખીલજી એ સિક્કા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતું કે તેઓના ભત્રીજા શાહનવાઝ મહમદ હનીફભાઇ ખીલજી તથા રઉફ ગુલામહુશેન વિગેરે ચાર લોકો પરમદીને રાતે જીજે-10-ઇએચ- 3130 નંબરની થાર જીપ લઇને જામનગર દ્રારકા હાઇવે રોડ ઉપર ”તુલસી હોટલ” પાસે પહોચતાં શાહનવાઝની થાર ગાડી પાછળ જામનગરથી જી.જે.-10- ઇ.સી.-0786 નંબરની થાર જીપ તથા બલેનો ગાડીએ પીછો કરી, શાહનવાઝની થાર ગાડી ઉપર ફાયરીંગ કરી, વસઇ ગામ પાસે થાર ગાડીને આરોપીઓની ગાડીઓએ ઠોકર મારી શાહનવાઝ હનીફભાઇ ખીલજી તથા રઉફ ગુલામહુશેન ને ફેકચર ની ગંભીર ઇજા કરી, આરોપીઓ નાશી ગયેલ હતા.
આ ગુનાને અંજામ આપનાર આરોપી અલ્તાફ ગફાર ખફી એ અન્ય આરોપીઓ સાથે મળી પુર્વ આયોજીત કાવત્રુ રચેલું અને અલ્તાફ ગફાર ખફીના કહેવાથી,અનવર ગફાર ખફી, મુખ્યાર ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી, તબરેજ મહેબુબ ખફી,મોસીન પચાસીયો વિગેરે-09 વિરૂૂધ્ધ સિકકા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-109 (1),118(1),118(ર),189(1),189(4),190,194(3),61(2)હથિયાર ધારા કલમ- 25(1), (એ), 24(1) જી.પી.એકટ કલમ-135 (1) મુજબ ગુન્હો નોંધાયો હતો. જે ઘટના બન્યા બાદ જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈની દ્વારા ત્વરીત જામનગર જીલ્લામાં નાકાબંધી કરાવાઈ હતી ,તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવ ના સુપરવિઝન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર. વી.એમ.લગારીયા તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર બી.એન.ચૌધરી, સીકકા પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર પી.ટી.જયસ્વાલ તથા પોલીસ સ્ટાફ સાથે આરોપીઓને પકડી પાડવા માટે કોમ્બિંગ હાથ ધર્યું હતું.
દરમિયાન પોલીસે 6 આરોપીય મોસીન ઉર્ફે મુસો મહેબુબભાઈ રુમી, હમીદ ઉર્ફે રાંઝો જાનમહમદ બ્લોચ, તબરેજ રફીકભાઈ હાલાણી, નુરમામદ ખલીલભાઈ સિદીકી, તોહીદખાન ઉર્ફે પપ્પુ ફિરોજખાન શેખ, અને વિજય ઉર્ફે ગોનો ધેલાભાઈ સીંગરખીયા વગેરેની ધરપકડ કરી લીધી છે. જેઓ પાસેથી દેશી બનાવટના બે નંગ તમંચા, 3 નંગ જીવતા કાર્ટિસ, 4 નંગ લોખંડ પાઇપ, 1 નંગ લોખંડનો કોયતો, છરી, હથોડી સહિતના હથિયારો તેમજ એક નંગ બલેનો કાર અને 1 નંગ થાર જીપ સહિત કુલ રૂૂપિયા 18,10440 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે આ પ્રકરણમાં પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ગફાર ખફી, અનવર ગફાર ખફી, મુખ્યાત ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી, મહેબુબ બોદુભાઇ ખફી, હનીફ મુસા ખફી અને હુસેન બોદુ ખફીને હજુ ફરારી જાહેર કરાયા છે જેઓની શોધખોળ ચલાવાઈ રહી છે. ગત તા 20.02.2026 ના રોજ ફરીયાદી ઓસમાણભાઇ મુસાભાઇ ખફી ને શાહનવાઝ મહમદહનીફ ખીલજી વિગેરે આઠ ઇસમોએ જુની અદાવતનો ખાર રાખી, ઓસમાણભાઇ ખફીને માર મારી શરીરે ગંભીર ઇજા પહોંચાડી હતી, તે બનાવનો ખાર રાખી આરોપીઓએ આ બનાવને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
