શહેરના 0 ફૂટ રોડ પર આંબેડકર નગરમાં ભાભીના માવતરે લાડવા લઈ ગયેલી યુવતિ ઉપર ભાભીના માતા સહિતની મહિલાઓએ ઢીકાપાટુનો માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળામાં ગોકુલપરામાં રહેતી પૂજા વિજયભાઈ પરમાર (ઉ.વ.18) નામની યુવતિ ગઈ કાલે રાત્રે 80 ફુટ રોડ પર આંબેડકરમાં ભાભીના માતા પ્રિયંકા વોલા સહિતનાએ ઢીકાપાટુનો માર મારતા તેણીને સારવાર માટે સિવિલ હોિસ્પિટલમાં ખસેડાઈ હતી. પ્રાથમિક તપાસમાં પૂજાના ભાઈ કુલદિપ અને ભાભી કોમલ તેના ઘરજમાઈ રહેતા હોય ભાભીને દિકરીનો જન્મ થતાં પૂજા સહિતના પરિવારજનો લાડવા લઈ ભાભીના માવતરે ગયા હતાં. ત્યારે ભાભીના માતા પ્રિયંકાબેને અમારે આવી વસ્તુ નથી જોઈતું કહી હુમલો કરી માર માર્યો હતો. આ એંગ થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમારે લાડવામાં આવી વસ્તુ નથી જોઈતી કહી યુવતી ઉપર ભાભીના માતાનો હુમલો
શહેરના 0 ફૂટ રોડ પર આંબેડકર નગરમાં ભાભીના માવતરે લાડવા લઈ ગયેલી યુવતિ ઉપર ભાભીના માતા સહિતની મહિલાઓએ ઢીકાપાટુનો માર મારતા તેને સારવાર માટે સિવિલ…
