બંગાળમાં SIRને પડકાર: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમ કોર્ટ

વોટ્સએપ જેવા માધ્યમો દ્વારા નિર્દેશ જારી કરાતા હોવાની દલીલ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. સોમવારે,…

વોટ્સએપ જેવા માધ્યમો દ્વારા નિર્દેશ જારી કરાતા હોવાની દલીલ

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. સોમવારે, કોર્ટે TMC સાંસદો ડેરેક ઓ’બ્રાયન અને ડોલા સેના દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે કેસની સુનાવણી કરતી વખતે કહ્યું કે સુનાવણી દરમિયાન, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ચૂંટણી પંચની પ્રક્રિયાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા SIR સંબંધિત નિર્દેશો જારી કરવામાં આવી રહ્યા છે. અરજદારે કહ્યું છે કે ઇકઘ ને ઔપચારિક આદેશો વિના કાર્યવાહી કરવાની ફરજ પાડવામાં આવે છે. TMC એ ચૂંટણી પંચ દ્વારા તાર્કિક વિસંગતતા શ્રેણી રજૂ કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

કપિલ સિબ્બલે મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચને જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ તેના મોટાભાગના સૂચનો વોટ્સએપ દ્વારા આપે છે. તેમણે દાવો કર્યો કે આ સંસ્થા વિરોધી વર્તન છે. વધુમાં, વકીલે આરોપ લગાવ્યો કે બંગાળમાં ઘણા મતદારોને અયોગ્ય રીતે ઓળખવામાં આવ્યા છે અને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *