ચાંદીની મોટી છલાંગ: આંતરરાષ્ટ્રીય બજારમાં 100 ડોલરને પાર

માત્ર 85 દિવસમાં ચાંદી 48 ડોલરથી 103 ડોલરે પહોંચી સોનું પણ 5000 ડોલરની સપાટીની નજીક પહોંચ્યું આજે શનિવાર હોવાથી ભારતીય માર્કેટ બંધ રહી છે. પરંતુ…

માત્ર 85 દિવસમાં ચાંદી 48 ડોલરથી 103 ડોલરે પહોંચી

સોનું પણ 5000 ડોલરની સપાટીની નજીક પહોંચ્યું

આજે શનિવાર હોવાથી ભારતીય માર્કેટ બંધ રહી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં આજે પણ સોના-ચાંદીમાં અવિરત તેજી જોવા મળી રહી છે. જેના પગલે આજે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 100 ડોલરને પાર પહોંચી છે. તો બીજી તરફ સોનુ પણ 5000 ડોલરની ઐતિહાસીક સપાટીની નજીક પહોંચ્યુ છે.

છેલ્લા એક મહિનામાં ચાંદીના ભાવે ઇતિહાસ સર્જયો છે. બલ્કે એક જ મહિનામાં ચાંદીમાં એક જ મહિનામાં એક લાખ રૂપિયાને વધારો નોંધાયો છે. દિવાળી પછી માર્કેટ ખુલ્યુ ત્યારે ચાંદીનો ભાવ 1,65,000 જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદના અઢી-ત્રણ મહિનામાં ચાંદીનો ભાવ રૂા.40,000 ઉપર પહોંચી ગયો છે. એટલે કે, માત્ર ત્રણ મહિનામાં જ ચાંદીના ભાવ બમણા થઇ ગયા છે. છેલ્લા ત્રણ મહિનામાં યુએસફેડ રેટ કટના કાચડો તેમજ અમેરિકાના પ્રમુખના વિધાનો અને પગલાને કારણે સોનુ અને ચાંદીમાં લાલચોળ તેજી જોવા મળી છે.

જીયો પોલીટીકલ પરિસ્થિતિ તેમજ યુક્રેન યુધ્ધ, ઇરાનનુ ટેન્શન, ગાઝા પટ્ટી વિવાદ, ગ્રીનલેન્ડ કબજે કરવાની અમેરિકાની નીતીનો કારણે સોના-ચાંદી માર્કેટમાં પણ ભડકો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનાથી તો સોનુ અને ચાંદી બંન્ને દરરોજ નવા ઓલ ટાઇમ હાઇ બનાવે છે. 1 ડિસેમ્બરના રોજ ચાંદી પપ ડોલર હતી. પરંતુ માત્ર 55 દિવસમાં ચાંદીમાં 50 ડોલરને કલ્પતા બહારનો વધારો નોંધાતા ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદી 103.55 ડોલર પ્રતિ ઔસ મળી છે.

દિવાળી પછી સોનાના ભાવમાં ગાબડા પડયા હતા અને સમયે સોનુ રૂા.1,21,000 સુધી પહોંચ્યુ હતુ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનુ 1 નવેમ્બરે 4000 ડોલર સુધી પરંતુ ત્યાથી રફતાર પકડીને સોનુ આજે 5000 ડોલરની ઐતિહાસિક સપાટીએ જોવા મળી રહ્યુ છે. સોનુ હાલ 4988 ડોલર પહોંચ્યુ છે. મંગળવારે ભારતીય બજાર ખુલશે ત્યારે સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી જોવા મળશે તેવુ અનુમાન થઇ રહ્યુ છે.

ચાંદીની આંતરરાષ્ટ્રીય રફતાર
1 નવેમ્બર 2025- 48.90 ડોલર
15 નવેમ્બર 2025- 50.58 ડોલર
1 ડિસેમ્બર 2025- 57.30 ડોલર
15 ડિસેમ્બર 2025 – 69.79 ડોલર
1 જાન્યુઆરી 2026 – 74.57 ડોલર
15 જાન્યુઆરી 2026 – 92.34 ડોલર
24 જાન્યુઆરી 2026 – 103.29 ડોલર

સોનાની આંતરરરાષ્ટ્રીય રફતાર
1 નવેમ્બર 2025-4002 ડોલર
15 નવેમ્બર 2025-4080 ડોલર
1 ડિસેમ્બર 2025-4224 ડોલર
15 ડિસેમ્બર 2025 -4302 ડોલર
1 જાન્યુઆરી 2026 -4321 ડોલર
15 જાન્યુઆરી 2026 -4616 ડોલર
24 જાન્યુઆરી 2026 -4987 ડોલર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *