વાઇસ ચેરમેન તરીકે સીએ હિમાંશુ તોગડિયા, સેક્રેટરી તરીકે શ્રધ્ધા ગણાત્રાની નિમણૂક
ધ ઇન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI ) ના રાજકોટ ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI નવા ચેરમેન તરીકે રાહુલ રમણીકભાઇ ખોખરની નિમણુંક વરસ 2026 થી કરવામાં આવી છે. આ ઉપરાંત સી.એસ. હિમાંશુ તોગડિયા (વાઇસ ચેરમેન), સી.એસ. શ્રદ્ધા ગણાત્રા (સેક્રેટરી), સી.એસ. અમિત તારપરા (ટ્રેઝરર) ની પણ નિમણૂક કરવામાં આવી છે.
તેઓએ જણાવેલ કે રાજકોટમાં કંપની સેક્રેટરી ના અભ્યાસ માટે સરળ અને સચોટ વ્યવસ્થા ઉભી કરવા અને વિદ્યાથર્જીઓને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તમામ પ્રયાસો કરશે. જે સંદર્ભે ચાલુ નાણાકીય વરસ માં જ રાજકોટના 150 ફીટ રીંગ રોડ સ્થિત મિલેનિયમ બિલ્ડીંગ ખાતે નવી ચેપ્ટર ઓફિસ શરૂૂ કરાશે. આ ઉપરાંત તેઓ વિવિધ સ્કૂલ્સ અને કોલેજો માં સી.એસ. કોર્સ અંગે ની માહિતી આપવાના પણ કાર્યકર્મો
તેમણે તેમના માતાપિતા અને સ્નેહીજનો અને મિત્રો નો આ યાત્રા માં સહભાગી બનવા માટે આભાર વ્યક્ત કર્યા અને તેમને આ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી કે તેઓ આ પદ પર પોતાના કાર્યકાળ દરમિયાન વધુમાં વધુ લોકો સુધી પહોંચશે અને ICSI ની પ્રવૃતિ માં સૌ ની ભાગીદારી સુનિશ્ચિત કરશે. તેઓને તેમના પરિવાર, સ્નેહીજનો અને મિત્રો તરફથી મો. 8401115396 પર શુભેચ્છા વરસી રહી છે.
