યુધ્ધના કારણે અમદાવાદ એરપોર્ટ પર સન્નાટો, અનેક ફ્લાઈટ રદ

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર થઈ રહેલા સતત હુમલાને કારણે હવાઈ સેવા ખોરવાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર જાણે કોરોના જેવો માહોલ હોય તેવી સ્થિતિ…

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર થઈ રહેલા સતત હુમલાને કારણે હવાઈ સેવા ખોરવાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર જાણે કોરોના જેવો માહોલ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ યુદ્ધની અસર અમદાવાદથી ગલ્ફ ક્ધટ્રી તરફની ફ્લાઈટો પર થઈ હોવાનું સામે આવ્યું છે.

આજે યુદ્ધના સતત છઠ્ઠા દિવસે પણ અનેક ફ્લાઈટો રદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો રદ થવાને કારણે એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. આ યુદ્ધને કારણે ગલ્ફ ક્ધટ્રી તરફની હવાઈ સેવા ખોરવાઈ છે. જેની અસર અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી છે.

દુબઈ, અબુધાબી, દોહા સહિત ગલ્ફ રૂૂટ યુદ્ધના કારણે પ્રભાવિત થયો છે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પરથી આ રૂૂટ તરફની રેગ્યુલર સેવા કાર્યરત નથી. અમદાવાદ એરપોર્ટ પર કોરોના સમયે જોવા મળેલી સ્થિતિનું જાણે ફરીવાર સર્જન થયું હોય તેવો માહોલ છે. આંતર રાષ્ટ્રીય ફ્લાઈટો રદ થવાને કારણે એરપોર્ટ પર જાણે સન્નાટો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *