વાણિજય મંત્રાલયે કહ્યું, આ સપ્તાહે કોઈ વાતચીત નિર્ધારિત નથી
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં ફરી એકવાર તણાવ અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે આજે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ પર ફરીથી ચર્ચા શરૂૂ થવાની આશા વ્યક્ત કરી હતી, પરંતુ ભારતીય વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ અઠવાડિયે આવી કોઈ વાતચીત નિર્ધારિત નથી.
ટ્રમ્પની ટેરિફ નીતિથી ભારતીય નિકાસકારો ફફડાટમાં આ સ્થિતિ એવા સમયે સર્જાઈ છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વ્યવહાર રાખતા દેશો પર 25% વધારાનો ટેરિફ ઝીંકવાની ચીમકી આપી છે. હાલમાં જ ભારતની વસ્તુઓ પર અમેરિકામાં 50% જેટલો ઉંચો ટેરિફ લાગુ છે, જે બંને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદનો મુખ્ય વિષય છે. આ ઉપરાંત, જો અમેરિકન કોંગ્રેસ રશિયા અને તેના ભાગીદારો વિરુદ્ધ નવું પ્રતિબંધ વિધેયક પસાર કરશે, તો ભારતીય નિકાસકારોએ વધુ આર્થિક બોજ સહન કરવો પડી શકે છે.
