આપણું આ રંગીલુ રાજકોટ તથા આપણે સહુ રંગીલા રાજકોટ વાસીઓ ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણા રાજકોટનાં આંગણે આંતરરાષ્ટ્રીય યુવા ભાગ્વતાચાર્ય જીગ્નેશ દાદા (રાધે રાધે) કથા રાજકોટની, કથા સર્વે જ્ઞાતિનાં પિતૃ મોક્ષાર્થેની એક સામૂહિક શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રાધે રાધે પરિવાર દ્વારા આગામી તા. 26 માર્ચ (રામ નવમી) થી 02 એપ્રિલ (હનુમાન જયંતિ) રાજકોટની દિવ્ય ધરા પર, રાત્રે 08:00 થી 11:00 વાગ્યા દરમ્યાન, રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આયોજન કરવા જઇ રહ્યું છે.
રાધે રાધે પરિવારનો આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ, આપણા સમાજનો નાનામાં નાનો વ્યક્તિ પણ ફક્ત ₹ 31000/- નાં ન્યોછાવર થી ’પોથી યજમાન’ બની અને પોતાના પિતૃમોક્ષાર્થે જોડાઈ શકે છે. સાથે જો એ ઈચ્છે તો મુખ્ય મનોરથી કે મુખ્ય યજમાન તરીકે પણ જોડાઈ શકે છે.
આ સંપૂર્ણ કથાનો ખર્ચ બાદ થતા વધેલ ધનરાશિ સંપૂર્ણ પણે ’તથાસ્તુ વિદ્યાપીઠ નાં લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે તેમ દાદાની યાદીમાં જણાવેલ છે.આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન પૂર જીગ્નેશ દાદા તેમના સુમધુર કંઠે કથા રસપાન તથા તેમની આગવી શૈલીમાં ભજનો નાં તાલે સમગ્ર રાજકોટ ને ગોકુળમય બનાવી ગોપી ભાવે, ભક્તિની એક સામૂહિક લહેર ઉઠાવશે જે આપણા સમગ્ર રાજકોટની આધ્યાત્મિક ઉન્નતિ પણ કરાવશે. આ માટે સમાજના 18 વર્ણને આ ભગિરથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં શ્રોતા તરીકે અચૂક જોડાઈ કથા રસપાન કરવા રાધે રાધે પરિવાર ભાવભીનું આમંત્રણ પાઠવે છે.
