શ્રેયસની તોફાની સદી, નમનની કાતિલ બોલિંગ, વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતની શાનદાર જીત

લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી પહેલી ટી20 મેચમાં ભારતે બાજી મારી લીધી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ 171 રન પર ઓલ…

લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી પહેલી ટી20 મેચમાં ભારતે બાજી મારી લીધી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ 171 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. કેરેબિયન ટીમ માટે કેપ્ટન શાઈ હોપ અને શેરફેન રદરફોર્ડે શાનદાર અડધી સદી ફટકારી હતી. પરંતુ ભારતીય બોલર્સે યજમાન ટીમને તાશના પત્તાની જેમ ધરાશાયી કરી નાખી હતી.

જીતમાં સૌથી મોટો હીરો કેપ્ટન શ્રેયસ અય્યર રહ્યો હતો. જેણે 43 બોલમાં અણનમ 102 રન ફટકાર્યા હતા. આમ ભારતે 15મી ઓવરમાં આઠ વિકેટે જીત મેળવી લીધી. આ જીતની સાથે જ ભારતે પાંચ મેચની ટી20 સીરિઝમાં 1-0થી મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે. બંને દેશો વચ્ચે બીજી ટી20 મેચ શુક્રવારે 9 ઓક્ટોબરે રાંચીમાં રમાશે. 172 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અભિષેક શર્મા રોસ્ટન ચેજના બોલ પર લોન્ગ ઓફ બાજુ કેચ આપી બેઠો હતો. ત્યાર બાદ અકિલ હુસૈનના બોલ પર સંજુ સેમસન પણ શોર્ટ બોલ પર મોટો શોટ રમવાના ચક્કરમાં પોતાનો કેચ સીધો બોલરને જ આપી દીધો. પહેલી બે વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયા પર સંકટ જોવા મળી રહ્યું હતુ.

પરંતુ ત્યાર બાદ કેપ્ટન અય્યર અને ઈશાન કિશન મોર્ચો સંભાળ્યો હતો અને મેદાન પર ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. શ્રેયસ અય્યરે શાનદાર અંદાજમાં બેટિંગ કરતા સદી ફટકારી હતી. અય્યરે 43 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 102 રન બનાવ્યા હતા. અય્યરની ટી20 કરિયરની આ પહેલી સદી રહી. આ ઉપરાંત ઈશાન કિશને પણ અણનમ 37 રનની ઇનિંગ રમી હતી. ભારતે 14.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને સરળતાથી જીત મેળવી હતી.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેરેબિયન ટીમ માટે કેપ્ટન શાઈ હોપ અને શેફેન રધરફોર્ડે શાનદાર અડધી સદીની ઈનિંગ્સ રમી હતી, મેચની શરૂૂઆતમાં ભારતીય બોલર્સે શાનદાર બોલિંગ કરીને વેસ્ટ ઈન્ડિઝ પર દબાણ બનાવી દીધું હતું. ભારતને પ્રથમ સફળતા ઝડપી બોલર અર્શદીપ સિંહે અપાવી હતી. તેણે કામિલ પૂરણને 12 રને પોતાની શાનદાર અને ઘાતક યોર્કર બોલ પર ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ શિમરોન હેટમાયર 5 રને રનઆઉટ થયો હતો. ક્રિઝમાં ડાઇવ લગાવતી વખતે તેનું બેટ હવામાં જ રહી ગયું હતું. ત્યારબાદ સ્પિનર અક્ષર પટેલે પણ રોવમેન પોવેલને મોટો શોટ રમવાના પ્રયાસમાં ક્લીન બોલ્ડ કરી દીધો હતો. શરૂૂઆતના ઝટકા બાદ શાઈ હોપ અને શેફેન રધરફોર્ડે ઈનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ અડધી સદી ફટકારીને ટીમના સ્કોરને આગળ વધાર્યો હતો.

જોકે, ત્યારબાદ ભારતીય બોલર્સે જોરદાર વાપસી કરી હતી. ડેબ્યૂ કરનાર ઓલરાઉન્ડર નમન ધીરે શાનદાર બોલિંગ કરીને અડધી સદી ફટકારી ચૂકેલા ખતરનાક બેટર શાઈ હોપને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. નમને બોલની લંબાઈ થોડી પાછળ રાખી હતી, જેના કારણે બોલને થોડો ટર્ન મળ્યો હતો અને હોપ મિડ-ઓફ પર કેચ આપી બેઠો હતો.

ત્યારબાદ ચાઇનામેન બોલર કુલદીપ યાદવે રોસ્ટન ચેઝને પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે નમન ધીરે વિસ્ફોટક બેટર રોમારિયો શેફર્ડને પણ પેવેલિયન મોકલી દીધો હતો. કુલદીપ યાદવની બોલ પર મેથ્યુ ફોર્ડે કાઉ કોર્નરની દિશામાં હવામાં શોટ રમ્યો હતો. ત્યાં વિકેટકીપર ઈશાન કિશને શાનદાર કેચ પકડીને તેની ઈનિંગ્સનો અંત કર્યો હતો. ભારત તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલો યુવા ખેલાડી નમન ધીર સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત કુલદીપ યાદવ અને અનુભવી અક્ષર પટેલે પોતાની સ્પિનનો જાદુ બતાવતા 2-2 વિકેટ પોતાના નામે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *