પવિત્ર સ્થળો, આજુબાજુના મંદિરો અને ઘરે પિતૃવિધિ કરી શકાશે: આ વર્ષે શ્રાધ્ધની તિથિ ઘટે છે તે જ્યોતિષ શાસ્ત્ર મુજબ સારૂ ગણાય
વિક્રમ સંવત 2082 વર્ષ 2026 માટે ની મહાલય શ્રાદ્ધ પક્ષ ની વિગત આ વર્ષે શ્રાદ્ધ ની તીથી ઘટે છે તે સારું ગણવામાં આવે છે. શનિવારે પૂનમ થી શ્રાદ્ધ ની શરૂૂઆત થશે આ વર્ષે આઠમ તિથિનો સહી હોવાથી શ્રાદ્ધ ની તિથિ ઘટે તે સારું ગણવામાં આવે છે. પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે ના દિવસો એટલે શ્રાદ્ધ પક્ષ શ્રાદ્ધ મા જ્યોતિષના નિયમ પ્રમાણે ગ્રંથોના નિયમ પ્રમાણે અપરાહન કાલ સમય લેવામાં આવે છે આથી ઘણીવાર તીથી કરતા એક તિથિ શ્રાદ્ધની આગળ હોય છે.
શ્રાદ્ધ તારીખ 26 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર સુધી ચાલશે
(1)26-09-26 (શનિવાર): ભાદરવા શુદ-પુનમ નુ મહાલય શ્રાદ્ધ
(2)27-09-26 (રવિવાર): ભાદરવા વદ એકમનું મહાલય શ્રાદ્ધ
(3)28-09-26 (સોમવાર): ભાદરવા વદ બીજ નું મહાલય શ્રાદ્ધ
(4)29-09-26 (મંગળવાર): ભાદરવા વદ ત્રીજ નું મહાલય શ્રાદ્ધ (ભરણી શ્રાદ્ધ)
(5)30-09-26 (બુધવાર): ભાદરવા તિથિ વદ ચોથ / પંચમી નું મહાલય શ્રાદ્ધ સાથે જ છે. (નોંધ: આ દિવસે ચોથનું અને પંચમી તિથિનું શ્રાદ્ધ ભેગું કરવું)
(6)01-10-26 (ગુરુવાર): ભાદરવા તિથિ વદ પંચમી (છઠ્ઠ) તીથીનું મહાલય શ્રાદ્ધ કરવુ.
(7)02-10-26 (શુક્રવાર): ભાદરવા તિથિ વદ છઠ્ઠી સાતમ તીથીનું મહાલય શ્રાદ્ધ કરવુ.
(8)03-10-26 (શનિવાર): ભાદરવા વદ તિથિ સપ્તમીએ અષ્ટમીનું મહાલય શ્રાદ્ધ નોંધ: ભાદરવા વદ અષ્ટમી ક્ષયતિથિ છે
(9) 04-10-26 (રવિવાર): ભાદરવા વદ નવમી નું મહાલય શ્રાદ્ધ (સૌભાગ્યવતી સ્ત્રીઓ માટેનું શ્રાદ્ધ)
(10)05-10-26 (સોમવાર): ભાદરવા વદ દસમનું મહાલય શ્રાદ્ધ
(11)06-10-26 (મંગળવાર): ભાદરવા વદ એકાદશીનું મહાલય શ્રાદ્ધ ઇન્દિરા એકાદશી
(12) 07-10-26 (બુધવાર): ભાદરવા વદ બારસ નું મહાલય શ્રાદ્ધ (સન્યાસીઓ નું મહાલય શ્રાદ્ધ) નાના બાળકોનું શ્રાદ્ધ ભલાભોળા નુ શ્રાદ્ધ
(13)08-10-26 (ગુરુવાર): ભાદરવા વદ તેરસ નું મહાલય શ્રાદ્ધ
(14)09-10-26 (શુક્રવાર): ભાદરવા વદ ચૌદશ નું મહાલય શ્રાદ્ધ (અસ્ત્રથી મૃત્યુ પામ્યા છે તેમનું મહાલય શ્રાદ્ધ)
(15)10-10-26 (શનિવાર): ભાદરવા વદ અમાસ / પુનમ નું મહાલય શ્રાદ્ધ સર્વ પિતૃઓમાં જેમની તિથિ નો ખબર હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે કરી શકાય છે અથવા તો શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈપણ સૂતક અથવા અણચણને લીધે શ્રદ્ધ કરવાનું રહી ગયેલ હોય તો પણ તે તિથિ નું શ્રાદ્ધ ભાદરવા વદ અમાસ એટલે કે આજના દિવસે કરી શકાય છે.
નોંધ :- તિથિ પુનમનું મહાલય શ્રાદ્ધ અમાસે કરવું એવો નિર્ણય સિંધુ, ધર્મ સિંધુ જેવા નિર્ણય ગ્રંથોમાં લખેલ છે અને પંચાંગમાં પણ અમાસના દિવસે જ પૂનમના શ્રાદ્ધનું નિર્ણય આવે છે પરંતુ આપણા ગુજરાતમાં મધ્ય પ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં રિવાજ પ્રમાણે પૂનમનું શ્રાદ્ધ પૂનમના દિવસે જ કરવામાં આવે છે તેથી બંને નોંધ આપેલ છે.
શ્રાદ્ધ પક્ષ દરમ્યાન તીર્થક્ષેત્રોમાં જુનાગઢ દામોદર કુંડ સોમનાથ ત્રિવેણી સંગમ પ્રાચી પીંડારા તથા તીર્થક્ષેત્રોમાં લોકો પિતૃ શ્રાદ્ધ કરાવશે મોટાભાગના લોકો ઘરે પણ પિતૃ શ્રાદ્ધ કરે છે તે પણ માન્ય ગણાય છે અને આજુબાજુના મંદિરે પિતૃ વિધિ પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે કરાવશે.
શાસ્ત્રી રાજદીપ જોશી
વેદાંત રત્ન
