સ્મૃતિ ઇરાનીને હરિયાણા-છત્તીસગઢની જવાબદારી

સ્મૃતિ ઈરાનીને હરિયાણા અને છત્તીસગઢની જવાબદારી; સુનીલ બંસલને બંગાળ અને તેલંગાણાની જવાબદારી; ભાજપે વિનોદ તાવડેને યુપીના પ્રભારી તરીકે પણ મંજૂરી આપી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)…

સ્મૃતિ ઈરાનીને હરિયાણા અને છત્તીસગઢની જવાબદારી; સુનીલ બંસલને બંગાળ અને તેલંગાણાની જવાબદારી; ભાજપે વિનોદ તાવડેને યુપીના પ્રભારી તરીકે પણ મંજૂરી આપી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ 36 રાજ્યોના પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની યાદી જાહેર કરી છે. સ્મૃતિ ઈરાનીને હરિયાણા અને છત્તીસગઢની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સુનીલ બંસલને બંગાળ અને તેલંગાણાનો હવાલો આપવામાં આવ્યો છે. ભાજપે ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે વિનોદ તાવડેની નિમણૂકને પણ આખરી ઓપ આપ્યો છે.

આ ઉપરાંત, રામ માધવની ઉત્તરાખંડના નવા પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, અને બંસુરી સ્વરાજ સહ-પ્રભારી તરીકે સેવા આપશે. વિનય સહસ્રબુદ્ધેને ભાજપના દિલ્હી એકમના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જામ્યાંગ નામગ્યાલ અને દર્શના જરદોશને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આમ કુલ 26 રાજ્યો માટે પ્રભારી અને સહપ્રભારી જાહેર કરવામાં આવ્યા છે.

રાજયવાર પ્રભારી-સહપ્રભારીની યાદી

આંદામાન-નિકોબાર: ઈન્ચાર્જ- જય પ્રકાશ
અરુણાચલ પ્રદેશ: ઈન્ચાર્જ- ડો. દેવેશ કુમાર
આંધ્રપ્રદેશ: ઈન્ચાર્જ- ડો. અરવિંદ ભદૌરિયા
સહ-ઈન્ચાર્જ- વનથી શ્રીનિવાસન
આસામ: ઈન્ચાર્જ- મંગલ પાંડે
સહ-ઈન્ચાર્જ- ફાંગનોન કોન્યાક અને મનોજ તિગ્ગા
બિહાર: ઈન્ચાર્જ- હરીશ દ્વિવેદી
સહ-ઈન્ચાર્જ- સંગીતા યાદવ, રોહન ગુપ્તા
ચંદીગઢ: ઈન્ચાર્જ- મહેન્દ્ર પાંડે
છત્તીસગઢ: ઈન્ચાર્જ- સ્મૃતિ ઈરાની,
સહ-ઈન્ચાર્જ- સિદ્ધાર્થ શંભુ
દાદરા નગર હવેલી અને દમણ-દીવ:
ઈન્ચાર્જ- વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી
દિલ્હી: ઈન્ચાર્જ- વિનય સહસ્ત્રબુદ્ધે
સહ-ઈન્ચાર્જ- જમ્યાંગ ત્સેરીંગ
નામગ્યાલ અને દર્શનાબેન જરદોશ
ગોવા: ઈન્ચાર્જ- ભારતી પ્રવીણ પવાર
સહ-ઈન્ચાર્જ- અનિલ એન્ટની
ગુજરાત: ઈન્ચાર્જ- તરુણ ચુગ
સહ-ઈન્ચાર્જ- અજય મહાવર અને ગોમતી સાઈ
હરિયાણા- ઈન્ચાર્જ- સ્મૃતિ ઈરાની
સહ-ઈન્ચાર્જ- ડો. ભોલા સિંહ
હિમાચલ પ્રદેશ: ઈન્ચાર્જ- શ્રીકાંત શર્મા
સહ-ઈન્ચાર્જ- દરહાના સિંઘ
જમ્મુ અને કાશ્મીર: ઈન્ચાર્જ- સતીશ પુનિયા
સહ-ઈન્ચાર્જ- રીના કશ્યપ
ઝારખંડ: ઈન્ચાર્જ- ગજેન્દ્ર પટેલ,
સહ-ઈન્ચાર્જ- નિવેદિતા સિંહ
કર્ણાટક: ઈન્ચાર્જ- હરીશ દ્વિવેદી
સહ-ઈન્ચાર્જ- કાસમ વેંકટેશ્વરલુ
કેરળ ઈન્ચાર્જ- એમ. નાગરાજા
સહ-ઈન્ચાર્જ- એમ. વેંકટેશન
લદ્દાખ- ઇન્ચાર્જ- રાજકુમાર ભાટિયા
લક્ષદ્વીપ- ઈન્ચાર્જ- જ્યોર્જ કુરિયન

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *