નંબર પ્લેટ બનાવવામાં શોરૂમો-એજન્ટો દ્વારા ઉઘાડી લૂંટ

રાજકોટ શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો સામે આકરું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું…

રાજકોટ શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો સામે આકરું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ અનુસાર, જે વાહનો પર નિયમ મુજબની નંબર પ્લેટ નહીં હોય, તેવા વાહનચાલકોને શહેરના તમામ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવશે નહીં. તમામ પેટ્રોલ પંપ સંચાલકોને આ અંગે સખત સૂચનાઓ આપી દેવામાં આવી છે. પોલીસના આ કડક નિર્ણય બાદ શહેરમાં નંબર પ્લેટ વગર ફરતા વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ છે અને નવી નંબર પ્લેટ નંખાવવા માટે અગાઉ કરતાં 90%થી પણ વધુનો જંગી ઉછાળો નોંધાયો છે.

મળતી વિગતો અનુસાર, વર્ષ 2021 સુધી હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ મેળવવા માટે સરકારી છઝઘ ખાતે અરજી કરવાની રહેતી હતી. તે સમયે વાહનચાલકો પાસેથી માત્ર 150 થી 200 જેટલો નિયત સરકારી ચાર્જ લેવામાં આવતો હતો. જોકે, ત્યારબાદ સરકાર દ્વારા આ પ્રક્રિયાનું ખાનગીકરણ કરવામાં આવ્યું અને શહેરના અધિકૃત વાહન શોરૂૂમોને નંબર પ્લેટ બનાવવા તેમજ ફિટિંગ કરવાનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે.

સંચાલકો વાહનચાલકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. નિયમ પાલનની ઉતાવળ વચ્ચે શોરૂૂમ માલિકો 500 થી લઈને 1000 સુધીની મનસ્વી રકમ વસૂલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ કાર્યવાહીના ડરથી નંબર પ્લેટ બદલવા કે નવી લગાવવાની કામગીરીમાં રેકોર્ડબ્રેક વધારો.

વાહનચાલકો જ્યારે નંબર પ્લેટની અરજી કરવા માટે સીધા શોરૂૂમ પર પહોંચે છે, પરંતુ કેટલાય નાના માણસો શોરૂૂમ સુધી પહોંચી શકતા નથી. જેમના કારણે એજન્ટો ’મારફતે નંબર પ્લેટ માટેની અરજી આપવી પડે છે. તેમના કારણે એજન્ટો પણ 100 રૂૂપિયા પેલે 500 રૂૂપિયા સુધીના વધારાનો ચાર્જ લઈ રહ્યા છે.

પોલીસના ડરથી પેટ્રોલ પંપ સંચાલકોએ નંબર પ્લેટ વગરના વાહનોમાં પેટ્રોલ પૂરવાનું સદંતર બંધ કરી દીધું છે. જેને કારણે દૈનિક ધોરણે પેટ્રોલ પંપના કર્મચારીઓ અને વાહનચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે. તંત્ર દ્વારા જાહેરનામું તો લાગુ કરી દેવાયું,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *