ગોંડલમાં ભરણપોષણની નોટિસ બજાવવામાં વિલંબ કરવા અંગે PIને કારણદર્શક નોટિસ

ગોંડલ ફેમિલી કોર્ટે ભરણ-ષોષણના એક મહત્વપૂર્ણ કેસમાં ચડત રકમ મેળવવા માટે અરજી દાખલ કરી હતી. જે અરજીને લઈને સીટી પોલીસ દ્વારા નોટિસ બજાવવામાં ઠાગાઠૈયા કરતાં…

ગોંડલ ફેમિલી કોર્ટે ભરણ-ષોષણના એક મહત્વપૂર્ણ કેસમાં ચડત રકમ મેળવવા માટે અરજી દાખલ કરી હતી. જે અરજીને લઈને સીટી પોલીસ દ્વારા નોટિસ બજાવવામાં ઠાગાઠૈયા કરતાં હોય પી.આઈ.ને કારણ દર્શક નોટિસ ફટકારતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.દરમિયાન પીઆઇ. દ્વારા નોટિસ સ્થગિત રાખવા અપીલ કરાઇ છે.

કેસ ની હકીકત એવી છે કે ગોંડલ માં રેહતા મહીલા અરજદારે તેમના પતિ વિરુદ્ધ ચડત ભરણપોષણ ની રકમ મેળવવા માટે ફેમેલી કોર્ટમાં તેમના એડવોકેટ અમરીશભાઈ.એન અગ્રાવત, જયેશભાઈ. એન. અગ્રાવત તથા બ્રિજેન. એ. અગ્રાવત મારફત રિકવરી અરજી દાખલ કરી હતી.રિકવરી નોટિસ ની અરજી ગોંડલ રેહતા અરજદાર ના પતિને બજાવવા માટે ફેમેલી કોર્ટ દ્વારા ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ એલ. આર.ગોહિલને મોકલાવાઇ હતી.

પરંતુ ગોંડલ સિટી પોલીસ સ્ટેશન તરકથી નોટિસ બજાવવા અંગે કોઇપણ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી કે નોટિસ નહીં બજાવવા અંગે કોઈ ખુલાસો ન કરવામાં આવતાં જેમની ગંભીર નોંધ લઈ ફેમેલી કોર્ટ દ્વારા એ’ડીવીઝન પોલીસ સ્ટેશનના પી. આઈ ને કારણ દર્શક નોટિસ તા 18/3 ના રોજ ઇસ્યુ કરવામાં આવેલી અને તેમા તેમનો પગાર જપ્ત કેમ ના કરવો તે અંગે ખલાસો કરવા જણાવેલ હતું.

પી. આઈ એલ.આર. ગોહિલ તરકથી યોગ્ય ખલાસો કરવામાં આવેલ ના હોય ગોંડલ ફેમેલી કોર્ટે તા. 20/3 ના રોજ ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ના પી. આઈ નો પગાર જપ્ત કરવા અંગે હુકમ કરી આકરૂૂં વલણ દાખવી તે અંગેની જાણ ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ રાજકોટ રેન્જ તેમજ ડિરેકટર જનરલ ઓક પોલીસ ગુજરાત રાજ્ય ને કરવામાં આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. દરમ્યાન પીઆઇ. એ.આર.ગોહિલ દ્વારા હુકમ સ્થગિત કરવા કોર્ટ માં અપીલ કરાયા નું જાણવા મળેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *