રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે, દેશના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અને સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા, લઘુ કારીગરો તેમજ મહિલા સ્વ સહાય જૂથોને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.10-10-2025 થી તા.15-10-2025 સુધી સ્વદેશી મેળા-2025 શોપિંગ ફેસ્ટીવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સ્વદેશી મેળા-2025 શોપિંગ ફેસ્ટીવલ રાજકોટ શહેરના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, પરંપરાગત વાનગીઓ અને સ્થાનિક ઉદ્યોગોની ઝાંખી કરાવવાનો અનોખો પ્રયત્ન છે.
મેળાનો સમય અને સ્થળ
સ્થળ: રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ તારીખ:10-10-2025 થી તારીખ:15-10-2025 સમય: સવારે 10:00 થી રાત્રે 10:00 સુધી
સ્વદેશી મેળાનો હેતુ
મેડ ઇન ઈન્ડિયા અને વોકલ ફોર લોકલ અભિયાનને વેગ આપવો. સ્થાનિક ઉદ્યોગકારો, હસ્તકલાકારો અને નાના વ્યવસાયકારોને વેચાણ અને પ્રદર્શન માટે પ્લેટફોર્મ પૂરું પાડવું. નાગરિકોને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટે પ્રેરિત કરવું. સ્વરોજગાર અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવું.
આકર્ષણો અને વિશેષતાઓ
આ મેળામાં વિવિધ ઝોનમાં સ્વદેશી વસ્તુઓના સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા છે, જેમાં હસ્તકલા, હેન્ડલૂમ અને ખાદ્ય ઉત્પાદનોના સ્ટોલ્સ રહેશે. સ્વદેશી ચીજવસ્તુઓના સ્ટોલ, સ્વદેશી ક્રાફ્ટ વસ્તુઓના સ્ટોલ, સ્થાનિક ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના સ્ટોલ, ફૂડ આઇટમના સ્ટોલ, ચિલ્ડ્રન એક્ટીવીટી ઝોન, મહિલા સ્વ સહાય જૂથો દ્વારા બનાવાયેલા ઘરગથ્થુ ઉત્પાદનો, ખાદી અને ગ્રામઉદ્યોગ વિભાગના ઉત્પાદનો રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ પરિવાર સાથે આ સ્વદેશી મેળા – શોપિંગ ફેસ્ટીવલની મુલાકાત લે અને સ્થાનિક ઉદ્યોગોને સમર્થન આપીને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં સહભાગી બને.
